Bhavnagar
ભાવનગર રાજકોટ હાઇવે લીમડા નજીક અકસ્માત, 1 નું મોત, 2 ગંભીર

નિલેશ આહીર
ભાવનગર રાજકોટ હાઇવે લીમડા ગામ નજીક અકસ્માત સર્જાયો, ટ્રેકટર અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત, પોલીસ ઘટની સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ભાવનગર રાજકોટ હાઇવે પર લીમડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે ટ્રેકટર અને ટેમ્પો વચ્ચે ઘટના બની છે, ટેમ્પામાં સવાર હતા 15 શ્રમિક પૈકી એક શ્રમિકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું થયું છે, બે શ્રમિકની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખસેડાયા હતા, ટ્રેકટર નો ડ્રાઇવર અકસ્માત કરી નાસી છૂટયો હતો.
ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, મૃતકનું નામ હિતેશભાઈ ભોજાભાઈ ગોહિલ ઉમર વર્ષ 38 ગામ લાઠી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.