Palitana
પાલીતાણામાં શનિવારે પૂ.આચાર્ય બંધુ બેલડીનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ : ખાતમુહૂર્ત ઉત્સવ ઉજવાયા
પવાર
- બંધુ બેલડી આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. તથા આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ. આદિની નિશ્રામાં ; પાલીતાણામાં ત્રિદિવસીય ધર્મ આરાધનાનું આયોજન
જિનશાસન રત્ન બંધુ બેલડી પૂ.આ.શ્રી જિનચંદ્રસાગર સૂરિજી મ., પૂ.આ.ભ. શ્રી હેમચંદ્રસાગર સૂરિજી મ. આદિ ઠાણાનો તા.1લીના શનિવારે આનંદ વિલાસ ચાતુર્માસ પ્રવેશ ઉત્સવ પાલીતાણામાં ભવ્ય રીતે ઉજવાશે. તા.1લીના શનિવારે પૂજય ગુરુ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ જેમાં સંગીતકાર અંકુરભાઈ શાહ પધારશે. તા.2જીના રવિવારે ચૌમાશી ચૌદશ આરાધના તથા તા.3જીના સોમવારના શાંતિકર- તુષ્ટિકર, પુષ્ટિકર બૃહદ શાંતિ ધારા અભિષેક વિધાન યોજાશે. જેમાં વિધિકાર તરીકે અમદાવાદ નિખીલભાઈ પધારશે.
ઉપરોકત અનુષ્ઠાનનો લાભ ચાણસ્મા તીર્થ નિવાસી કાંતાબેન સેવંતીલાલ કેશવલાલ શાહ પરિવાર તથા વિલાસબેન સુંદરલાલ સેવંતીલાલ શાહ, વિલાસબેન સુંદરલાલ સેવંતીલાલ શાહ, વિલા સુંદરમ પરિવાર વગેરેએ લીધો છે. આજે તા.30મીના શુક્રવારે સવારે જિનશાસન રત્ન બંધુ બેલડી પૂ.આ.શ્રી જિનચંદ્રસાગર સૂરિજી મ. પૂ.આ.શ્રી હેમચંદ્રસાગર સૂરિજી મ. પૂ.આ.શ્રી હેમચંદ્રસાગર સૂરીજી મ. પૂ.આ.શ્રી લબ્ધિચંદ્રસાગર સૂરીજી મ., પૂ.આ.શ્રી વિરાગચંદ્રસાગર સૂરિજી મ. વગેરે સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં અયોધ્યાપુરમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સિધ્ધાંચલ વધામણા ધામ પરિસરમાં જિન મંદિર ગુરુચરણ પાદુકા મંદિરનો ભવ્ય ખાતમુહૂર્ત ઉત્સવ ઉજવાયો હતો. આ સ્થાન અઢી દ્વિપ મંદિરની સામે, ભાવનગર- સોનગઢ- પાલીતાણા રોડ ખાતે આવેલ છે. તેમ અયોધ્યાપુરમ તીર્થના મેનેજીંગ ટ્રસ્ટી જયંતભાઈ મહેતાએ જણાવેલ છે.