Connect with us

Gujarat

ચાર વાગ્યે ઉઠીને બસમાં બેઠા અને રસ્તામાં ખબર પડી કે પેપર લીક થયુ છે, બહારગામથી સિહોર આવેલા હજારો વિદ્યાર્થીઓને ધક્કો

Published

on

got up at four o'clock sat in the bus and found out on the way that the paper was leaked, pushed thousands of students who came from outside

પવાર

રાજ્યમાં આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર વધુ એક વખત લીક થઈ ગયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે અને તેના પગલે લાખો ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યુ છે. હજારો વિદ્યાર્થીઓ સિહોરના કેન્દ્રો પર પરીક્ષા આપવાના હતા.આ પૈકીના ઘણા વિદ્યાર્થીઓ બહારગામના હતા અને તેઓ વહેલી સવારે પરીક્ષા આપવા માટે પોતાના ઘરેથી બસ પકડીને નિકળ્યા હતા.કેટલાક તો શનિવાર રાતથી જ સિહોર આવી ગયા હતા.આ તમામ ઉમેદવારોને ધક્કો પડયો હતો અને તેમને નિરાશ થઈને ઘરે પાછા જવાનો વારો આવ્યો હતો.

અહીં વિદ્યાર્થિનીએ કહ્યુ હતુ કે, પેપર ફૂટયુ એ માટે હું એ કહીશ કે બહુ બધા પેપર આગળ ફૂટી ચુકયા છે.ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે તો તેમના સપનાનુ શું..પરિવારની આશા હોય છે કે, સરકારી નોકરી મળે.આના પર એક્શન લેવા જોઈએ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીએ કહ્યું હતુ કે, હું પરીક્ષા આપવા આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ખબર પડી હતી કે, પેપર ફૂટયુ હોવાથી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.હું એક વર્ષથી તૈયારી કરતો હતો.હવે પરીક્ષા વેલાસર લેવાય તેવી માંગ છે. રસ્તામાં હતા અને ખબર પડી કે પેપર ફૂટી ગયુ છે

got up at four o'clock sat in the bus and found out on the way that the paper was leaked, pushed thousands of students who came from outside

સિહોર એસટી ડેપો પર બહારગામના વિદ્યાર્થીઓનો ધસારો ; પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થયા બાદ સરકારે બહારગામથી અન્ય સેન્ટરો પર પરીક્ષા આપવા માટે ગયેલા વિદ્યાર્થીઓને ઘરે જવા માટે એસટી બસમાં મફત મુસાફરી કરવા દેવાની જાહેરાત કરી હતી.જેના પગલે સિહોર એસટી ડેપો પર પણ ઘરે પરત ફરવા માંગતા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો.વિદ્યાર્થીઓમાં સરકારની પરીક્ષા લેવાની નાકામી સામેનો આક્રોશ જોવા મળી રહ્યો હતો.વિદ્યાર્થીઓ બસ ડેપો પર પણ એક બીજા સાથેની વાતચીતમાં પોતાનો ઉકળાટ ઠાલવી રહ્યા હતા.તકેદારીના ભાગરુપે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસટી ડેપો ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!