Palitana
ગૌતમ અદાણી પાલીતાણાની મુલાકાતે ; દેરાસરોમા પૂજા-અર્ચના કરી મહારાજ સાહેબોના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં
કુવાડીયા
વૈશ્વિક સ્તરે જેમની ગણના થાય છે અને રાજ્યના અગ્રહરોળના ઉદ્યોગકારો પૈકી એક એવા અદાણી ગૃપના ગૌતમ અદાણી એકાએક પાલીતાણા ની મુલાકાતે આવ્યા હતા જયાં દેરાસરોમા પૂજા-અર્ચના સાથે મહારાજ સાહેબો ના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં. સમગ્ર દેશમાં રીલાયન્સ બાદ સૌથી મોટી કંપની તથા ઔદ્યોગિક જુથમાં મોટું નામ અદાણી ગૃપ ઓફ કંપનીનું લેવામાં આવે છે આ ગૃપના ગૌત્તમ અદાણી આજે સવારે ભાવનગર જિલ્લાના ખ્યાતનામ જૈન તિર્થભૂમિ પાલીતાણા ખાતે પધાર્યા હતા પોતાના પ્રાઈવેટ હવાઈ વાહન મારફતે પાલીતાણા આવેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પાલીતાણા તળેટી સ્થિત જૈન દેરાસરોમા પૂજા-અર્ચના મા સહભાગી થયા હતા. આ તકે પાલીતાણા જૈન સમાજના વડિલો તથા અગ્રણી પેઢીઓના પ્રમુખો હોદ્દેદારો એ અદાણીને ઉમળકાભેર આવકાર્યા હતા તથા આગતાસ્વાગતા કરી હતી અદાણી એ આણંદજી-કલ્યાણજી પેઢીના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અદાણી પરીવારના સભ્યો હાલમાં પાલીતાણા સ્થિત ભૂરીબા ધર્મશાળા ખાતે ચાર્તુમાસની આરાધના કરી હતી.
ઉદ્યોગપતિ અદાણીની મુલાકાત ને લઈને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે પણ તત્કાળ પગલાં લીધા હતા અદાણી પાલીતાણામા ટૂંકા ગાળા નું રોકણ કરી મુંબઈ રવાના થયા હતા. પાલીતાણામાં ચાતુર્માસમાં બિરાજમાન વૃષભ તીર્થોત્સવ મયુરકલા શ્રીજી મ.સા.ની નિશ્રામાં ચાલતું વિમલગીરી ચાતુર્માસ 2023 માં ચાતુર્માસ લાભાર્થી અદાણી બબુબેન ચુનીલાલ નગીનદાસ પરિવાર દ્વારા ઝાલોરી અને સમદડી ભુવન ખાતે વંદન અર્થે દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પધાર્યા હતા.
સામાન્ય માણસ ની જેમ સાદાઈ દાખવી હતી અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પવિત્ર અને પાવન ધરામાં મહાન પુરુષના આગમનના અવસરે જૈન સમાજના પ્રમુખ તેમજ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ શાંતિભાઈ મહેતા દ્વારા તેમનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે પેઢીના સિનિયર મેનેજર અપૂર્વભાઈ શાહ, જો.મેનેજર જીતુભાઈ લખાણી તેમજ શ્રીપાલભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગૌતમભાઈ અદાણીએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.