Connect with us

Ahmedabad

GIMA 2023 એવોર્ડમાં ગારીયાધારના હેમરાજસિંહ વાળાને સન્માનિત કરાયા

Published

on

Gariadhar's Hemrajsingh Vala was honored in the GIMA 2023 award

દેવરાજ

અમદાવાદ શહેરના આંગણે યોજાયો GIMA 2023 એવોર્ડ

ગત સોમવારના રોજ ગુજરાત આઈકોન એવોર્ડ (GIMA) 2023 યોજાયો હતો. આ વિશાળ મંચ પર યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતના ખૂણે ખૂણેથી સુપ્રસિદ્ધ કલાકારો આવેલા અને સૌને પોતપોતાની પ્રતિભા બતાવવાની તક સાંપડેલી.. કાર્યક્રમની શરૂઆત ગુજરાતના લોકલાડીલા ગાયક નીતિન બારોટ એ ગણેશ વંદનાથી કરેલી. ત્યારબાદ રતનસિંહ વાઘેલા, વિજય સુંવાળા અને યુવરાજ સુંવાળા જેવા દિગ્ગજ કલાકારો એ કાર્યક્રમમાં પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરેલા.

મુખ્ય મેહમાનમાં અમિષા પટેલ એ આવીને પોતાની આવનારી ફિલ્મ ગદ્દર 2 વિશે વાત કરેલી અને ચાહકો સાથે મન ભરીને વાતો કરેલી સાથે જ તારક મેહતાના ટપ્પુ એ પણ હાજરી આપેલી અને ડાન્સ કરીને સૌને ખુશ કરી દીધેલા અને ખૂબ હસાવેલા.

Gariadhar's Hemrajsingh Vala was honored in the GIMA 2023 award

ગ્રીષ્મા પંચાલ અને વિશાલ શુક્લાના વ્યવસ્થાપન હેઠળ યોજાયેલ આ એવોર્ડ કાર્યક્રમ ખૂબ જ શાનદાર રહેલો.. ઘણા બધા કલાકારો એવોર્ડ માટે નોમિનીટ થયેલા તેમાં.. મીડિયા ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવીને એક અલાયદુ નામ ધરાવનાર G Express News ના ચેરમેન હેમરાજસિંહ વાળા, ગુજરાતના સુપ્રસિદ્ધ અભિનેત્રી પાયલ સિહોરા,ગુજરાતના અદ્ભૂત સિંગર ધારા નાયક તેમ જ જેમના શબ્દોમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન છે તેવા ગુજરાત અમદાવાદથી લેખક સુચિતા ભટ્ટ કે જેમનું પુસ્તક હમણાં જ પ્રકાશિત થયું છે અને ખૂબ જ સફળ રહ્યું છે તેઓ કોલમનીસ્ટ, લેખક અને સાથે કવિ પણ છે આ બધા જ ધુંરધર કલાકારોને GIMA 2023 એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા..

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!