Botad
મહંત શંભુનાથજી તુંડીયાને ગઢડાની ટિકિટ આપી ; ભાજપ અનેક ફાયદા મેળવશે
નિલેશ આહીર
- ગઢડા બેઠક માટે આત્મરામ પરમારનું એક માત્ર નામ ગયેલું : પાર્ટીએ નવું જ નામ જાહેર કર્યું : શંભુનાથજી તુંડીયાને પ્રધાનમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી
અગાઉ ભાવનગર અને હાલ બોટાદ જિલ્લાની ગઢડાની બેઠક અનામત છે, વર્ષોથી ભાજપ અને કોંગ્રેસના દલીત સમાજના ઉમેદવારો ક્રમશ ચુટાતા આવ્યા છે. છેલ્લી વિધાનસભામાં કોંગ્રેસના પ્રવીણ મારું એ બાજી જીતી હતી. જો કે, વચ્ચેથી રાજીનામું આપી દઈ ભાજપના આત્મારામ પરમારને સીટ ધરી દીધી હતી! પેટા ચૂંટણીમાં આત્મારામ પરમાર વિજેતા થતા રાજકીય ગણિત સાચું પડ્યું હતું.
આ વખતે પણ આત્મારામ પરમારને ટિકિટ આપવા માટે બોટાદ અને ભાવનગર જિલ્લા સંગઠને નામ સૂચવ્યું હતું. ગઢડા બેઠકમાં ઉમરાળા અને વલભીપુર વિસ્તારો ભાવનગર જિલ્લાના છે, આથી ભાવનગર સંગઠનનું સૂચન પણ લેવામાં આવે છે. બોટાદ અને ભાવનગર જિલ્લા સંગઠન ગઢડા બેઠક માટે એકમાત્ર આત્મારામ પરમારનું નામ સૂચવ્યું હતું. જોકે, ભાજપ પક્ષ કંઈક નવું કરવા જાણીતો છે તે મુજબ આજે ઝાંઝરકા જગ્યાના મહંત અને દલિત સમાજમાં પ્રીતિપાત્ર શંભુપ્રસાદજી તુંડીયાને ટિકિટ આપી છે તેઓ અગાઉ રાજ્ય સભાના સાંસદ રહી ચૂક્યા છે. દલિત સમાજના આગેવાન જ નહિ પરંતુ ધર્મગુરુ હોવાથી અન્ય બેઠકો પર ભાજપ તેનો ફાયદો લઈ શકશે.