Connect with us

Sihor

સિહોર જીઆઇડીસી એક વિસ્તારમાં ચાર શખ્સોને જુગાર રમતા ઝડપાયા, 10200 નો મુદ્દામાલ કબ્જે

Published

on

Four persons caught gambling in an area of Sihore GIDC, Rs 10,200 seized

બુધેલીયા

જીઆઇડીસી એક નજીક આવેલ પેટ્રોલપંપની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારની બાજી મંડાઈ હતી ; સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને બાતમી મળી અને કાફલો ત્રાડકયો ; 4ને દબોચી લીધા ; 10200ની રોકડ મળી આવી

સિહોર શહેરમાં આવેલ જીઆઇડીસી એક વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં ચાર શખ્સો જુગાર રમવા ગયા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. જીઆઇડીસી એક વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પાછળ ખુલ્લી જગ્યામાં હારજીતના જુગારની બાજી માંડી બેઠેલા ચાર શખ્સોને સિહોર પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે સિહોરના જીઆઇડીસી એક વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપના પાછળના ખુલ્લી જગ્યામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે.

Four persons caught gambling in an area of Sihore GIDC, Rs 10,200 seized

જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા (૧) પ્રકાશ રાઠોડ, (૨) ચિરાગ બાંભળીયા (૩) રમેશ ચૌહાણ, (૪) મેહુલ ચૌહાણ સહિતના મળી આવતા પોલીસે ચારેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડી શખસોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય, મળી કુલ 10200 નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે તમામ વિરોધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!