Connect with us

Palitana

પાલીતાણામાં જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા વધુ ચાર શખ્સો રિમાન્ડ પર

Published

on

Four more persons involved in GST scam in Palitana on remand

પવાર

  • પોલીસ સકંજામાં રહેલા આઠ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ હજુ એ કેટલાય નામ ખોલવાની સંભાવના

જીએસટી કરચોરીના અવનવા નુસ્ખા પૈકી પાલિતાણામાંથી નવતર પ્રકારનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ હતું, અને આ કૌભાંડમાં ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તમામને દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.આ પ્રકરણમાં વધુ ચાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને વધુ ચાર પકડાયેલા શખ્સોને રિમાન્ડ પણ મેળવી લેવાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સ્ટેટ જીએસટીના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા પોલીસ વિભાગના સંકલન સાથે નવતર પ્રકારની જીએસટી ચોરીની મોડેસ ઓપેરન્ડીનો પર્દાફાશ પાલિતાણાથી કરવામાં આવ્યો હતો.આ કૌભાંડમા રાજુ કાળુભાઇ ચૌહાણ, ખાલીદ હયાતભાઇ ચૌહાણ, મોહમ્મદ એઝાઝ બોમર, અમન હુસૈનભાઇ ચૌહાણ સામે ફરિવાદ નોંધી અને પોલીસ દ્વારા સત્તાવર ધરપકડ કરવામાં આવી હતી. પાલિતાણાથી સમગ્ર દેશમાં ૨૭૦૦ જેટલા બોગસ જીએસટી નંબરો મેળવાયા હોવાની દિશામાં ડેટા એનાલિસીસ કરવમાં આવી રહ્યું છે.

Four more persons involved in GST scam in Palitana on remand

તાજેતરમાં સુરતમાં ૭૫ જેટલી શંકાસ્પદ પેઢીઓના સ્થળ ચકાસણી કરાતા કેટલીક પેઢીઓમાં આધારકાર્ડ મુજબ સરનામા ભાવનગર, પાલિતાણા,અમરેલી, અમદાવાદ, આણંદના હોવાનું ધ્યાને આવ્યુ હતુ. અને કરોડો રૂપિયાના બોગસ બિલિંગ આચરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન ૪ આરોપીઓની સાંઠગાંઠ ખુલ્લી પાડવા પુછપરછ દરમિયાન જીએસટી કૌભાંડ આચરનારા ચાર શખ્સોએ વધુ ચાર શખ્સોની નામોનો ખુલાસો કર્યો હતો જેમાં સલીમ ઉર્ફે રેહાન મનસુરભાઈ સરમાળી શાહરુખ મોહમ્મદભાઈ શેખ નિઝામ ગનીભાઈ ચુડાસરા અહમદ ઉર્ફે અમીન ઉર્ફે નાડો યુનુસ ભાઈ કાસમાણી ની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા શખ્સોની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે હજુ એ કેટલાય નામ ખુલશે તેમ તંત્રનું માનવું છે જીએસટી કાંડ ની તપાસ કરી રહેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિરાણી એ જણાવ્યું હતું કે હજુ એક કેટલાક નામો ખુલવાની સંભાવના છે તદ ઉપરાંત વધુ ઝડપાયેલા ચાર શખ્સોને કોર્ટ ખાતે રજૂ કરી રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા હતા

error: Content is protected !!