Connect with us

Bhavnagar

આગામી ૩ દિવસ ભાવનગર સહિત ગુજરાત માટે અતિ ભારે ! સૌરાષ્‍ટ્ર સહિત વિવિધ વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Published

on

Extremely heavy for Gujarat including Bhavnagar for the next 3 days! Rain forecast with thunderstorms in various areas including Saurashtra

દેવરાજ

શનિવારથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી : સરહદી વિસ્‍તારો સહિત સૌરાષ્‍ટ્રમાં વરસાદની આશંકા : રેઇનકોટ તૈયાર રાખવો પડશે! : ખેડૂતોની ચિંતા વધી છે : ૪ થી ૬ માર્ચ સુધી માવઠાની આગાહીથી કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ છે

ભાવનગર સહિત ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામા આવી છે. માવઠાની આગાહીથી રાજયા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં તા.૪, ૫ અને ૬ માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલ રાજયમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એવામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીથી ખેડૂતોનું ટેન્‍શન વધી ગયું છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે.

Extremely heavy for Gujarat including Bhavnagar for the next 3 days! Rain forecast with thunderstorms in various areas including Saurashtra

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આગામી ૪ માર્ચથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પડી શકે છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ રાજયના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના ડાયરેક્‍ટર ડો. મનોરમા મોહંતી દ્વારા રાજયના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્‍છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે.

Advertisement
error: Content is protected !!