Palitana
5 મહિના બાદ પણ વિદ્યાર્થિનીના મોતનો કોયડો વણઉકેલ્યો, સિહોર વિર માંધાતા સંગઠન દ્વારા રજુઆત

Pvaar
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં લોક વિદ્યાલય વાળુકડ સંસ્થામાં વીદ્યાર્થિનીનું મોત થયાના પાંચ મહિના થવા છતાં પણ મોતનું કારણ સામે આવ્યું નથી. પોતાની ઊંચાઈ કરતાં પણ નાની PVCની ટાંકીમાં પડી વિદ્યાર્થિની આત્મહત્યા કેવી રીતે કરી શકે? આવા સવાલ સાથે પરિવારજનોએ આ વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. ગત તારીખ 13 માર્ચ 2023ના રોજ પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે લોક વિદ્યાલય વાળુકડ સંસ્થામાં છેલ્લા નવ વર્ષથી અભ્યાસ કરતી કૃપાલી ભટુરભાઈ ડોળસીયા નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના બીલ્ડીંગની અગાશી પર PVCની પાણીની ટાંકીમાં પડી જય અને પોતે આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીનીની આત્મહત્યા બાબતે પરિવારજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને પોલીસ સમક્ષ કેટલાક મુદ્દાઓ મોકલ્યા હતા. તેમજ પેનલ પીએમની માંગ કરવામાં આવી હતી, જેને લઇ પોલીસ દ્વારા તેનું પેનલ પીએમ પણ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે યુવતીની ઊંચાઈ કરતાં નાની પાણીની ટાંકીમાં ડૂબીને આત્મહત્યા કરે તે શક્ય જ નથી તેની હત્યા કરી તેને પાણીના ટાંકામાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાને આજે પાંચ મહિના થવા છતાં પણ પરિવારજનોને ન્યાય ન મળતા સિહોર વિર માંધાતા સંગઠન દ્વારા રજુઆત કરી ન્યાયની માગ કરી છે
આવેદનપત્રમાં હત્યા કે આત્મહત્યાના કેટલા મુદ્દાઓ પરથી શંકાઓ
આવેદનપત્ર પત્રમાં જણાવ્યું હતું કે, આત્મહત્યાના સ્થળ પરનાં પાણીનાં ટાંકાની ઉંચાઈ માત્ર 5 ફૂટ 2 ઈંચની જ છે જયારે મૃતક કૃપાલીબેનની ઉંચાઈ 5 ફુટ 3 ઈંચ છે, પાણીનો ટાંકો આખો ભરલો હોય અને મૃતક તે ટાંકામાં પડે તો ટાંકામાંનું પાણી છલકાઈને લગભગ 25 ટકા જેટલું ખાલી થઈ જાય તો યુવતીનાં ડુબવાનાં ચાન્સ ઘણા ઓછા થઈ જાય, પાણીનાં ટાંકામાં તળીયે લીલ અને માટીના થર જામેલા હતા, જો યુવતી પાણીના ટાંકામાં પડી હોય તો તો તેના હાથ કે પગ તળીયે ઘાયા હોય અને લીલ અને માટીના પર વિખાયેલા હોય અને હાથ કે પગના નિશાન હોય, પરંતુ ટાંકામાં લીલ અને માટીના થર યથાવત જામેલા હતા, પાણીનાં ટાંકામાં તળીયે ત્રણ પી.વી.સી.પાઈપના ટુકડા પડેલ હતા તેના પર પણ વીલ અને માટીના થર જામેલા હતા, પાણીનાં ટાંકાની ઉંચાઈ તળિયાથી લઈ ઢાંકણ સુધી 5 ફૂટ 2 ઈંચ હોય મૃતક યુવતી કોઈપણ જાતના સપોટ વગર કેવી રીતે ચડી શકે તે શંકાસ્પદ બાબત છે.,મૃતક યવતીના પરીવારજનો અને આગેવાનો તપાસ અર્થે બનાવ સ્થળે ગયા ત્યારે અગાસીના દરવાજે તાળું મારેલ હતું, તો બનાવ સમયે આ દરવાજા ઉપર તાળું કેમ ન હતુ? એ પણ એક સવાલ છે. આવી અનેક વાતો કોઈપણ રીતે ગળે ન ઉતરી શકે કે માની ન શકાય તે સ્વાભાવિક છે. જેથી કૃપાલીબેનનાં કહેવાતા આત્મહત્યાનાં બનાવ અંગે આશ્ચર્ય સાથે ચોકકસ અને દઢપણે શંકા અને પ્રશ્નો ઉભા થાય છે.