Food
આ 5 વસ્તુઓ જીમ બાદ ખાસ ખાઓ, નહિ તો વજન ઘટવા પાછળ બોડી નહીં બને
સ્થૂળતા એ એક ગંભીર સમસ્યા છે જેના કારણે ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે. વજન ઘટાડવા માટે લોકો જીમમાં ખૂબ પરસેવો વહાવે છે તે છતાં પણ તેમનું વજન ઓછું થતું નથી અને બોડીને શેપ પણ મળતો નથી. વજન ઓછું કરવા માટે કસરતની સાથે યોગ્ય ડાયટ ફોલો કરવું પણ ખૂબ જરૂરી છે.
વેઇટ લોસ જર્ની દરમ્યાન વર્કઆઉટની સાથે આ બાબત કે તમે શું ખાઓ છો તે બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. માત્ર જીમમાં જઇને પરસેવો પાડવાથી વજન ઓછું નહીં થાય. જીમની સાથે તમારે યોગ્ય ડાયટ પણ ફોલો કરવી પડેશે. જો તમારા ભોજનમાં જરૂરી પોષક તત્વો નહીં હોય તો તમે ગમે તેટલો વર્કઆઉટ કરી લો પણ કંઇ ફાયદો થશે નહીં.તમે હેલ્ધી રીતે વજન ઓછું કરી શકો છો અને. જો તમને મસ્કુલર બોડીની ઇચ્છા હોય તો વર્કઆઉટ બાદ આટલી વસ્તુઓનો સમાવેશ તમારા ડાયટમાં કરવો જોઇએ.
ઇંડા
દિવસની શરૂઆત તમે ઇંડા ખાઇને કરી શકો છો. ઇંડા પ્રોટીનનું એક સારો સ્ત્રોત છે અને તેનાથી મસલ્સ ગ્રોથમાં પણ મદદ મળે છે. તેને ટેસ્ટી બનાવવા માટે તમે વેજીટેબલ સ્ટફ આમલેટ બનાવી શકો છો. વર્કઆઉટ બાદ ટેસ્ટ અને ન્યૂટ્રિશનનું તે સારું કોમ્બિનેશન સાબિત થશે.
બ્રાઉન રાઇસ
જીમમાં વર્કઆઉટ બાદ એનર્જીની પણ ખાસ જરૂરી હોય છે, આ માટે તમારે તમારા ડાયટમાં complex carbs એડ કરવા જોઇએ. બ્રાઉન રાઇસ એ એન્ટી – ઓક્સિડન્ટનો એક સારો સ્ત્રોત છે, તેની સાથે તેમાં ફાઇબરની પણ વધારે માત્રામાં મળી આવે છે. બ્રાઉન રાઇસ મેટાબોલિઝ્મ ને સુધારવા માટે અને વજન ઓછું કરવામાં ખૂબ મદદ કરે છે.
પ્રોટીન
તમે જીમમાં કોઇ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરો તેના અડધા કલાકમાં પ્રોટીનનું સેવન કરવું જોઇએ. તેનાથી મસલ્સ રિપેર અને નિર્માણમાં મદદ મળશે. પ્રોટીનનું સેવન કરવાથી આપણા શરીરને આવશ્યક એમીનો એસિડ મળે છે, જે નવા મસલ્સ બનાવવા માટે જરૂરી ઊર્જા આપે છે.
પુરતા પ્રમાણમાં પાણી
જો તમે આખો દિવસ પુષ્કળ પાણી પીશો તો તેનાથી તમારું પેટ ભરાશે અને કેલેરી વધશે નહીં. તેમજ આ સાથે તે શરીરને હાઇડ્રેટ પણ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
ડ્રાય ફ્રૂટ્સ
તે સિવાય વિટામિન, નટ્સ, ફળ અને લીલા શાકભાજી ખાવા જોઇએ. વિટામિનથી ભરપૂર ફળ જેમકે લીંબુ, જામફળ, નારંગી અને પપૈયાનો સમાવેશ તમારે તમારા ડાયટમાં કરવો જોઇએ. વર્કઆઉટ પછી તરત જ બદામ, કિસમિસ, ખજૂર જેવા ડ્રાય ફ્રૂટ્સ ખાવા ખૂબ ફાયદાકારક છે.