Gujarat
લીંબડીમાં ધર્મ સંમેલન પૂર્ણ : સનાતન સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ
પવાર – બુધેલીયા
સનાતન ધર્મના સાધુઓ બેઠક થઈ પૂર્ણ, આજની બેઠકમાં વધુ 8 મુદ્દા અંગે થયા ઠરાવ, કાયદાકીય લડત માટેની ઘડાઈ રણનીતિ
સુરેન્દ્રનગરના લીંબડીમાં ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગે ઠરાવ કરાયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ ચર્ચાઈ રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલ ધર્મ સંમેલન પૂર્ણ થયું છે. આજના ધર્મ સંમેલનમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરાયો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કાયદાકીય લડત આપવાની રણનીતિ બનાવી છે. રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દા અંગે ઠરાવ થયા છે.
સાથે જ સ્વામિનારાયણના સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે. કોર્ટમાં 187 જેટલા પૂરાવા રજૂ કરવામાં આવશે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા મનદીપ પાર્ટી પ્લોટમાં સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં દિલીપ દાસજી, ઋષિ ભારતી બાપુ, લાલદાસ બાપુ, જ્યોતિર્નાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, અવધબિહારી દાસજી, નિશ્ચલદાસજી, ગીતાદીદી, શેરનાથ બાપુ સહિત ગુજરાત અને દેશભરમાંથી મહામંડલેશ્વરો, સાધુ-સંતો હાજર રહ્યા હતા. આજના ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.