Botad
કન્જકટીવાઈટીસ વાયરસ આંખ તેમજ નાક દ્વારા પ્રવેશી ફેલાવો થઈ રહ્યો છે

દેવરાજ
- ડોકટરની સલાહ વગર જાતે એન્ટી બાયોટીક કે સ્ટીરોઈડના ટીપા આંખમાં નાખવા નહીં
હાલમાં કન્જક્ટીવાટીસના કેસ જોવા મળી રહ્યાં છે ત્યારે બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં આરોગ્ય વિભભાગ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શાળાના બાળકોને આ વાયરસ ફેલાવાના કારણો, સાવચેતી, લક્ષણો અને તેનાં યોગ્ય ઉપચારો વિસે સમજ આપવામાં આવી રહી છે. કન્જક્ટીવાઈટીસ વાઈરસ ખુબ ઝડપથી ફેલાય છે. આંખ આવેલ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિના આંખ કે નાકમાંથી પ્રવેશ કરી આ વાઈરસ ફેલાઈ શકે છે. કન્જક્ટીવાઈટીસમાં આંખો લાલ થવી, આંખમાં ખંજવાળ આવવી, આંખમાંથી સખત પાણી પડવું, આંખમાં દુઃખાવો થવો, આંખના પોપચા ચોંટી જવા, પ્રકાશ સામે સંવેદના થવી, આ મુજબના લક્ષણો જોવા મળે છે.
જો આ મુજબના લક્ષણો જોવા મળે તો આપના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો અથવા સરકારી દવાખાનામાં જઈને આંખની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા, આંખમાંથી પાણી નીકળે તો ટીશ્યુ પેપરથી સાફ કરવું, ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો, સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા, ચેપી બાળકની કાળજી લેનાર વાલીએ પણ વારંવાર હાથ ધોવા, તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવા મુજબની આરોગ્યલક્ષી સુચનાઓ ધ્યાને લેવી. આ સાથે હાથ આંખને અડાડવો નહીં કે આંખ ચોળવી નહીં, સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મેળવવો નહીં તથા તેણે અડેલી વસ્તુને અડવું નહીં. સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. ડોકટરની સાલહ વગર જાતે જ એન્ટીબાયોટીક કે સ્ટીરોઈડના ટીપા આંખમાં નાખવા નહીં, સંક્રમિત બાળકોએ શાળાએ જવું નહીં જેવી બાબતોથી બાળકોને અવગત કરવામાં આવ્યાં હતાં.