Bhavnagar
ભાવનગર રેડક્રોસ ને તેની સેવાઓ બદલ રાજ્યપાલશ્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

પવાર
મેડિકલ ક્ષેત્રની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાનું સન્માન – શુભકામનાઓનો ધોધ વરસી પડ્યો
સમગ્ર ગુજરાત રાજ્ય માં માનવતાવાદી સેવાઓ માં જોડાયેલ રેડક્રોસ સોસાયટી છે.જેમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ને તાજેતર માં રાજ્ય કક્ષાએ ઉત્તમ કામગીરી ઉપરાંત વધુ માં શાળા તથા કોલેજો માં ચાલતી જુનિયર અને યુથ રેડક્રોસ ની સેવાઓ માં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થવા બદલ રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા સન્માનિત કરવા માં આવ્યા હતા. આ પ્રસંગે ભાવનગર રેડક્રોસ ના ચેરમેન ડો.મિલન દવે, વાઇસ ચેરમેન એડવોકેટ સુમિત ઠકકર, દ્વારા એવોર્ડ સ્વીકારવા માં આવ્યા હતા.રાજ્ય રેડક્રોસ ના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા ભાવનગર રેડક્રોસ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાવનગર રેડક્રોસ સોસાયટી ની વિવિધ માનવતાવાદી સેવાઓ માટે પણ તેમને એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા હતા રેડક્રોસ ભાવનગર દ્વારા સાર્વજનીક દવાખાના, હોસ્પિટલ, બ્લડ બેન્ક,જનરીક મેડિકલ સ્ટોર, લેબોરેટરી, એમ્બ્યુલન્સ સેવા,ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પ્રાથમિક સારવાર,ડિઝાસ્ટર મેનેજમેન્ટ,હેલ્થ કેર એટેન્ડન્ટ ના અભ્યાસક્રમ, ચક્ષુદાન, દેહદાન, એમ્બ્યુલન્સ તથા મેડિકલ ઓક્સિજન સેવા, બાળકો નું સંપૂર્ણ રસીકરણ, સહિત ની ૪૦ થી વધુ સેવાઓ હાલ માં દાતાઓ ના સહકાર થી ચલાવવા માં આવી રહી છે.રેડક્રોસ ભાવનગર ના હોદેદારો નરેન્દ્રભાઈ ત્રિવેદી, વર્ષા બેન લાલાણી,રોહીતભાઈ ભંડેરી, પરેશભાઈ ભટ્ટી,કાર્તિકભાઈ દવે, મહેશભાઈ ચુડાસમા, સહિતના સર્વે હોદેદારો અને મેનેજીંગ કમિટી મેમ્બર દ્વારા શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.