Connect with us

Bhavnagar

CMOમાં હવે નવી નિયુક્તિ ; ભાવનગરના કલેકટર ડી.કે.પારેખને OSD તરીકે ફરજ સોંપાઈ

Published

on

New appointment now in CMO; Bhavnagar Collector DK Parekh has been assigned the duty as OSD

બરફવાળા

મુખ્યમંત્રીના પ્રવાસ- એપોઈન્ટમેન્ટની જવાબદારી, માહિતી ખાતાના ડાયરેકટર આર.કે.મહેતાને ભાવનગરના જીલ્લા કલેકટર બનાવાયા

કિરણ પટેલ કાંડ બાદ ગુજરાત સરકારના CMO એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય જબરૂ ચર્ચામાં આવ્યા બાદ તેમાં તા.31 માર્ચ સુધીમાં ત્રણ ખાસ ફરજ પરના અધિકારીઓને પાણીચૂ અપાયા બાદ હવે નવી નિયુક્તિનો દૌર શરુ થયો છે અને તેમાં પ્રથમ મહત્વની નિયુક્તિમાં ભાવનગરના જીલ્લા કલેકટર ડી.કે.પારેખને હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી (ઓ.એસ.ડી.) તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. તેઓ હવે મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો, એપોઈન્ટમેન્ટ તથા પ્રવાસની ચિંતા કરશે. અને ભાવનગરના નવા કલેકટર તરીકે હાલ માહિતીખાતામાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા સીનીયર આઈએએસ અધિકારી આર.કે.મહેતાને એક નિયુક્તિ આપવામાં આવી છે. શ્રી મહેતાને આમ હવે ફિલ્ડ ડયુટી સુપ્રત કરવામાં આવી છે તો આ બદલી સાથે માહિતી ખાતાને નવા ડીરેકટર મળશે તે નિશ્ચીત બન્યું છે.

New appointment now in CMO; Bhavnagar Collector DK Parekh has been assigned the duty as OSD

રાજયમાં હાલમાં જ જીલ્લા કલેકટર, ડીડીઓ તથા અન્ય મહત્વના પદો પર બદલીઓના ઓર્ડરમાં રૂા.109 આઈએએસ અધિકારીઓને મહત્વના પદો પર બદલીઓના ઓર્ડરમાં કુલ 109 આઈએએસ અધિકારીઓને સમાવી લેવાયા છે અને હજુ સી.એમ.ઓ.ની સ્વર્ણિમ સંકુલમાં સચીવાલયમાં અનેક નવી બદલીઓ આવશે. ખાસ કરીને અનેક ઉચ્ચ અધિકારીઓ જે વધારાના ચાર્જમાં છે તેઓને હવે આ વધારાના ચાર્જમાંથી મુક્તિ અપાશે. સી.એમ.ઓ.માં કિરણ પટેલ કાંડમાં ખાસ પી.આર.ઓ. હિતેષ પંડયા આસપાસ પ્રશ્ર્નો ઉઠતા તેમને રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવી હતી તો કાલે ગાંધીનગરના ટાઉનપ્લાન અને સી.એમ.ઓ.માં શહેરી વિકાસ વિભાગનું કામ સંભાળતા ખાસ ફરજ પરના અધિકારી વી.ડી.વાઘેલાને પણ માર્ચના અંતે છૂટા કરાયા હતા જયારે વધુ એક ઓ.એસ.ડી. નૈમેશ દવેને પણ સીએમઓમાંથી સીધા સાબરકાંઠાના કલેકટર તરીકે મુકાયા છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!