Bhavnagar
ભાવનગર ; ગરીબ અને લારીચાલક વૃદ્ધના દુઃખના આંસુને સુખમાં ફેરવતા પોલીસ કર્મી અશોક મકવાણા

કુવાડિયા
માનવતા હજુ મરી પરવારી નથી, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અશોક મકવાણાને સલામ, ૭૫ વર્ષીય વૃદ્ધની મદદ માટે આગળ આવ્યા અશોક મકવાણા
રાજ્યના પોલીસ વિભાગમાં કોઈ ને કોઈ જગ્યાએ કોઈ ની કોઈ ઘટનામાં એમની માનવતા એટલે કડક ખાખી વરદી પાછળ ધબકતી એ માનવતા બહાર આવી જ જતી હોય છે ને ખરેખર એ અન્ય લોકો માટે પ્રેરણાદાયી હોય છે. આવી જ એક પોલીસ કર્મીની માનવતા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં રોડ ઉપર એક ૭૫ વર્ષના વયોવૃદ્ધ કે જે એક હાથમાં લાકડી અને એક હાથમાં લારી ને ધક્કો મારીને જઈ રહ્યા હતા. ત્યાં રસ્તાના એક તરફના ખાડામાં લારીનું પૈડું ભરાઈ જતા લારી આડી પડી જતા એમની લારીના માટીના તાવડી અને માટલા પડી જતા અમુક વાસણો ફૂટી જતા વૃદ્ધ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
આ દયનિય સ્થિતિમાં નજીકમાં જ ટ્રાફિક વિભાગના પોલીસ કર્મી અશોકભાઈ પોતાના બ્રિગેડ ના જવાન સાથે ફરજ ઉભર હતા અને એમની નજર પડતા જ તેઓ વૃદ્ધ ની મદદ માટે દોડી ગયા હતા. તેમને નીચે પડેલા માટીના વાસણો લારીના ફરી ગોઠવી ને એ વૃદ્ધ ની આંખોમાં ચોધાર વહેતી આંસુઓની ધારાને એમને સાંત્વના આપીને તેમને નુકશાન થયેલા માલની રોકડ સહાય કરીને વૃદ્ધના ઓચિંતા આવી પડેલ દુઃખની ઘડીમાં મદદ પુરી પાડી માનવતા મહેકાવી ઉઠી હતી.