Bhavnagar
ભાવનગર જિલ્લામાં જૂનિયર કલાર્કની પરીક્ષાના ડમી કેસમાં 17 શંકાસ્પદને રડારમાં લેતી પોલીસ

કુવાડિયા
પ્રકરણને દબાવી દેવા માસ્ટર માઇન્ડ તત્વો મેદાને: સરકારને બદનામ કરતી પ્રવૃત્તિ પર પડદો પાડી દેવા માટે ખેલ : ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ
ડમી પરીક્ષાર્થી બેસાડવા, અપંગતા,વિધવા,ઉમર સહિતના ખોટા પ્રમાણ પત્રો બનાવવા ના મામલે શિક્ષણ જગત ને બદનામ કરનારા તત્વો ની મોડ્સ ઓપરેન્ડી હવે છેકે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતી સુધી પહોંચી હોવાનો પર્દાફાશ બાદ ભાવનગર પોલીસ દ્વારા ગુપ્ત રાહે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે 17 શંકાસ્પદ ને રડાર મા લીધા ની ઘટના બાદ હવે ગેરરીતિ આચરી ને કોણે નોકરી મળવી છે,કોણ મેળવવા માગતું હતું અને કોના થકી આ મોડ્સ ઓપરેન્ડી ચલવવામાં આવતી હતી અને તેના માસ્ટર માઈન્ડ ઈસમો કોણ છે તેના પર પોલીસ એ ફોકસ કર્યું હોવાનું બહાર આવી રહ્યું છે.ત્યારે આમ જનતા મા સવાલો ઉદભવ્યા છેકે આખુય પ્રકરણ બહાર આવશે કે ભૂતકાળ ની જેમ અનેક પ્રકરણો દબાઈ ગયા છે તેમ દબાવી દેવામાં આવશે!? જૂ.ક્લાર્ક ની લેવાયેલ પરીક્ષા,સરકારી નોકરી મેળવવા માટે અગાઉ થયેલ ભરતી મા ગેરરીતિ આચરવામાં આવી હોવાના અહેવાલો બાદ તેમાય ખાસ કરીને તળાજા પંથક વર્ષોથી શિક્ષણ જગતના અનેક ગોટાળાઓ ને લઈ બદનામ છે.
ત્યારે ફરીને યુવરાજસિંહ દ્વારા મીડિયા સમક્ષ આવી જે આરોપો લગાવ્યા છે અને હસમુખ પટેલ ને કેટલાક દસ્તાવેજી પુરાવાઓ આપ્યા નો તેઓ દાવો કરે છે. ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા અમુક ઇસમોની પૂછ પરછ માટે ઉઠાવી લીધા ની વાત આજ સવાર થી વહેતી થઈ હતી. સૂત્રો એ જણાવ્યું હતું કે હજુ પૂછપરછ કરવામાં આવી રહી છે.જેમાં કેટલાક શખ્સો રડારમાં હોવાનું ચર્ચા સ્થાને છે. બીજી તરફ એવી પણ વાત વહેતી થઈ છેકે આખુય પ્રકરણ દબાવી દેવા માટે માસ્ટર માઈન્ડ તત્વો મેદાને આવ્યા છે.કોઈ ને ઓળખાણ થી તો કોઈને રૂપિયા આપી ને રાજ્ય સરકાર ને બદનામ કરતી પ્રવૃત્તિ ઉપર પડદો પાડી દેવાના ખેલ શરૂ કરી દીધા છે.ત્યારે લગભગ ત્રીસેક વર્ષથી ચાલતી ઓ લાલિયાવાડી ને લઈ મુખ્ય સૂત્રધારો ફરતે કાયદાનો સકંજો કસાશે કે કેમ તેવા સવાલો સિહોર અને તળાજા પંથકના લોકોના જન માનસમાં ઉદભવી રહ્યા છે.