Connect with us

Bhavnagar

ભાવનગરના બન્ને પ્રોજેકટ કલ્પસર અને રો રો ફેરી સર્વિસ મરણ પથારીએ !!!

Published

on

Bhavnagar Project Kalpsar and Ro Ro Ferry Service both on death bed!!!

બરફવાળા

ફિઝીબીલીટી રિપોર્ટ નેગેટીવ હતો છતાં દહેજ-ઘોઘા રો રો ફેરી પ્રોજેક્ટ પાછળ 650 કરોડ રૂપિયાનુ આંધણ કેમ કરવામા આવ્યુ ?: કોંગ્રેસ

દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને પુર્ણાહુતિ પણ ભાજપા સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળમા જ થઈ.તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2008 મા ભાવનગરમા આવીને કહ્યુ હતુ કે કલ્પસર, ધોલેરા સર અને ઘોઘા રો-રો ફેરી અમારા જ કાર્યકાળમાં થશે.અમે જે શરુ કરીએ છીએ તે અમે જ પુરુ કરીએ છીએ. તેઓના શબ્દો સાચા પડ્યા સરખુ શરુ થાય તે પહેલા પુરુ કરી નાખ્યુ, ભાવનગરની ધરતી પર આવીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કહેલુ કે મિત્રો હુ નાનપણથી સાંભળતો હતો આ રો રો ફેરી.પણ એ કોઇએ ન શરુ કરી,  સારા કામ મારે હાથે જ થવાના બાકી છોડેલા છે અને આ બધા કામ મારે ભાગે જ આવી પડેલા છે. અનેક સરકાર ગઈ અને અહિયા ભાવનગરના અનેક ખેરખા આગેવાનો હતા આવુ કહીને ભાવનગરના મહાનુભાવોનુ હળાહળ અપમાન પણ કર્યુ હતુ.અન્યને ઉતારી પાડવાની આ આદત ભાવનગરની જનતા ભુલી નથી. દહેજ-ઘોઘા રો રો ફેરી એ 650 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થનાર દક્ષિણ એશિયાનો સૌથી મોટો પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો. અને વધારામા એ 2008મા એવુ પણ કહ્યુ હતુ કે વિકાસના વાવાઝોડામાં 10 વર્ષ પછીનું ભાવનગર કેવુ હશે એનો કોઇ અંદાજ નહી લગાવી શકે,  અરે કલ્પના પણ નહિ કરી હોય એવી હરણફાળ ભાવનગર ભરશે, વિકાસ ડગલા માંડી ને નહિ. કુદકા માંડીને આગળ વધશે. આજે એપ્રિલ 2023 છે ભાવનગરની શુ પરિસ્થિતીમા છે તે સૌ ભાવેણાવાસીઓ અનુભવ કરી રહ્યા છે.અને 15 વર્ષ પછી તેમના ડ્રીમ પ્રોજેકટ દહેજ-ઘોઘા રો રો અને કલ્પસર યોજના બન્ને મરણ પથારીએ છે.

Bhavnagar Project Kalpsar and Ro Ro Ferry Service both on death bed!!!

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલએ જણાવ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની સરકાર પર્યાવરણ અને ટેકનિકલ પ્રશ્નોને લઈ દહેજ-ઘોઘા રો રો ફેરી પ્રોજેકટની ફિઝીબીલીટી બેસતી નથી એવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો, ત્યારે આ રિપોર્ટને રાજ્ય સરકારના વિકાસના અવરોધ અને અડચણોમા ખપાવી તત્કાલિન કેન્દ્ર સરકારની ગુજરાત સરકારે ટીક્કા કરેલ હતી, અને પરિણામ ઇંફમિ ૂજ્ઞસિ અને ઇંફદિફમિ ના તફાવતનો વૈજ્ઞાનિક અભિગમ ન સમજનારી સત્તા તેની જનતાને કેટલી નુકશાની આપે છે તેનો આ દાખલો  છે. મરણ પથારીએ પહોચેલી આ બન્ને યોજનાને ભાજપા સરકારના નેતાઓએ પોતાના ડ્રીમ પ્રોજેકટ ગણાવ્યા હતા પરંતુ તેમના માટે સરકારી નાણાનો ઉપયોગ કરી માત્ર સત્તા મેળવવાની નિસરણી સાબિત થઈ, ફિઝીબીલીટી રીપોર્ટ નેગેટીવ હતો છતાં આ પ્રોજેક્ટ પાછળ 650 કરોડ રુપિયાનુ આંધણ કેમ કરવામા આવ્યુ ? નિષ્ફળ યોજનાઓ પાછળ જવાબદાર કોણ ? રાજય સરકારમા પડેલ નુકશાની ખાડો કોણ ભોગવશે ?  આ ડ્રીમ પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા ગુજરાતની જનતાને જવાબ આપે.વૈજ્ઞાનિક અભિગમ અને આધારને અવગણીને રાજ્ય સરકાર પોતાના રાજકીય પક્ષને ફાયદો કરાવવાના ઉદ્દેશથી નાણાનો ગેરઉપયોગ ન કરી શકે. સદરહુ રો રો ફેરી યોજનમા જનતાના ટેક્ષના નાણાના મનઘડત ઉપયોગ બદલ જવાબદારો પર કાનુની રાહે ફરીયાદ દાખલ કરવામા આવે તેમના પર પગલા ભરવામા આવે.તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલએ જણાવ્યું હતું.

Advertisement
error: Content is protected !!