Bhavnagar
ભાવનગર સાંસદ ભારતી શિયાળ દ્વારા સમર ટ્રેનને લીલી ઝંડી :77 દિવસ માટે લોકોની સુવિધા માટે પ્રારંભ કરાવ્યો

કુવાડિયા
મુસાફરોનો ઘસારો રહેશે તો આ ટ્રેન કાયમી દોડાવાશે ; ભારતીબેન શિયાળ
બોટાદ-ગાંધીગ્રામ સમર સ્પેશ્યલ ટ્રેનનો શુભારંભ કરાવતા સાંસદ ભારતીબેન શિયાળ .૭૭ દિવસ સુધી સમર સ્પેશ્યલ ટ્રેન બોટાદ –ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ –બોટાદ વચ્ચે દોડશે .મુસાફરો નો ઘસારો જોવા મળશે તો ટ્રેન કાયમી દોડશે. બોટાદથી ગાંધીગ્રામ વચ્ચે રેલવે વિભાગ દ્વારા સમર સ્પેશ્યલ ટ્રેન શરુ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. આજરોજ બોટાદ રેલવે સ્ટેશન ખાતે સાંસદ ભારતી શિયાળ, રેલવે ડી.આર.એમ મુકેશ ગોયેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ રેલવે વિભાગના અધિકારીઓની હાજરીમાં બોટાદ-ગાંધીગ્રામ સમર સ્પેશ્યલ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે. લીલી ઝડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં આ ટ્રેન બોટાદથી બપોરે 2.05 મીનીટે ઉપડશે અને ગાંધીગ્રામ અને સાજે 6.05 કલાકે પહોંચશે.
તેવી જ રીતે ગાંધીગ્રામથી બોટાદ આવા માટે સવારે 9.25 કલાકે ઉપડશે અને બોટાદ બપોરના 1.15 કલાકે પહોંચશે. આ ટ્રેન શરુ થતા મુસાફરોને ફાયદો થશે. આજના આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં ભાજપના આગેવાનો, રેલવેના કર્મચારીઓ અને અન્ય મુસાફરો ખાસ હાજર રહ્યા હતા. તેમજ સાંસદ ભારતી શિયાળ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, 77 દિવસ માટે હાલ આ સમર સ્પેશ્યલ ટ્રેન શરુ કરવામાં આવી છે. જો મુસાફરોનો સતત ઘસારો જોવા મળશે તો રેલવે વિભાગ સાથે ચર્ચા કરી કાયમી માટે આ ટ્રેન શરુ કરવામાં આવશે. સાંસદ ભારતી શિયાળ દ્વારા રેલવેની સુવિધાથી લોકોની કનેક્ટિવિટીમાં પણ સતત વધારો થતો હોય છે. જેના કારણે લોકોના ધંધા રોજગારમાં પણ ફાયદો થતો હોય છે. ત્યારે આગામી દિવસોમાં બોટાદ રેલવે સ્ટેશનમાં લોકોને વધુને વધુ સુવિધા મળે તેમજ આગામી દિવસોમાં હજુ લોકોની સુવિધા માટે જરૂર પડ્યે, જે સુવિધાની જરૂરિયાત હશે તે પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.