Bhavnagar
ભાવનગર ડમી કાંડ મામલે SITની રચના : તપાસનો ધમધમાટ : અલગ અલગ ટીમોની રચના

કુવાડિયા
- ઉચ્ચ અધિકારીઓની ટીમોના સિહોર અને તળાજા પંથકમાં ધામાં, DYSP આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં 25 સભ્યોની કરાઈ નિમણૂક, કેસની કરાશે ઉંડાણપૂર્વક તપાસ
ભાવનગરમાં ડમી કાંડ ગુનાની તપાસ ખુબ જ ઉંડાણપુર્વક તથા તલસ્પર્શી કરવા માટે આઇજી દ્વારા સીટની રચના કરવામા આવી છે. ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ SIT ની રચના કરાઈ છે. જેમાં SIT નાં સુપરવિઝન અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષકઆર આર સિંઘાલની નિમણુંક કરવામા આવી છે. ભાવનગર ડમી વિદ્યાર્થી કૌભાંડમાં મામલે SIT ની રચના કરવામાં આવી છે. હવે નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘલના સુપરવિઝન હેઠળ સમગ્ર તપાસ કરવામાં આવશે. પીઆઈ કક્ષાના 1 અધિકારી, પીએસઆઇ કક્ષાના 9 અધિકારી તેમજ સ્ટાફના માણસો દ્વારા કરવામાં તપાસ કરાશે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી પ્રદીપ બારૈયા, શરદ પનોત, બળદેવ રાઠોડ અને પ્રકાશ ઉર્ફે પીકે દવેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝડપી પાડેલા 4 પૈકી 3 આરોપીઓ સરકારી નોકરિયાત છે.
બાકીના 32 લોકોની શોધ શરૂ
ભાવનગર ડમી કાંડ વિદ્યાર્થીઓનાં મામલામાં પોલીસ તપાસ તેજ બની છે. ગઈકાલે પોલીસે સત્તાવાર રીતે 4 લોકોની ધડપકડ કર્યા બાદ બાકી રહેલા 32 લોકોની શોધખોળ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર તાલુકામાં રહેઠાણ ધરાવતા 32 આરોપીઓનાં ઘરે પહોંચવા પોલીસે તૈયારી આરંભી છે. આ માટે ભાવનગર પોલીસે 4 ટીમો બનાવી જુદાજુદા વિસ્તારમાં આરોપીઓ ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ઝડપવાનાં બાકી રહેલા આરોપીઓનાં કોલ ડિટેલ્સ માટે ટેક્નિલ ટીમની મદદ પણ લીધી છે.