Bhavnagar
ભાવનગર ડમી કાંડ મુદ્દે શિક્ષણાધિકારી એક્શનમાં : મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી બે અધિકારી સસ્પેન્ડ

સલીમ બરફવાળા
ડમી કાંડ મુદ્દે ભાવનગર શિક્ષણ વિભાગ એક્શનમાં આવી ; આરોપી શરદ પનોદને શિક્ષણના હોદ્દા પરથી કરાયો સસ્પેન્ડ ; DEO કિશોર મૈયાણીની મોટી કાર્યવાહી
ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ બાબતે આજે DEO એક્શનમાં આવી ગયા છે. અને તેમા આરોપી શરદ પનોદને શિક્ષકના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, આ સાથે BRC ના હોદ્દા પર ફરજ નિભાવતા પી. કે દવેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હાલમાં ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ મુદ્દે મહત્વની કાર્યવાહી ચાલી રહી છે. એક માહિતી પ્રમાણે બિપિન ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ પોલીસની ટીમ સંજય પંડ્યાની પુછપરછ હાથ ધરી છે. અને આ સાથે ભાવનગર શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવી ગયુ છે. ભાવનગરમાં બહુ ચર્ચિત ઘટનામાં આજે BRC કો-ઓર્ડિનેટર પી.કે દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડમી કાંડ મામલે ભાવનગર શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ શિક્ષક ભાવનગરની સરતાનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હતો. જ્યારે પી.કે દવે ઉર્ફે પ્રકાશ BRC કો-ઓર્ડિનેટરના પદ પર ફરજ બજાવતો હતો જેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં ડમી કાંડ સામે આવ્યા પછી DEO કિશોર મૈયાણીએ મોટી કાર્યવાહી કરી આરોપીઓને સજા અપાવવા કાર્યવાહી કરી છે.