Bhavnagar
ભાવનગર આહીર સમાજ દ્વારા ભાજપના નવા નિમણુંક થયેલા હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

કુવાડિયા
ભાજપ સંગઠન મંત્રી તરીકે શૈલેષભાઈ હુંબલ ની નિમણુંક ; સન્માન સમારોહ યોજાયો
ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની નિમણુક થતા શહેર ગ્રામ્યના કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ દેખાય રહ્યો છે અલગ અલગ સમાજ ના હોદ્દેદારો ની નિમણુક થતા ભાવનગર શહેર આહીર સમાજ દ્વારા નવા નિમણુક થનાર હોદેદારો ના સન્માન યોજાયા જેમાં નવા નિમણુક થનાર ભાવનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નારુભાઈ ખમળ,શહેર મંત્રી શૈલેષભાઈ હુંબલ,ગ્રામ્યના ના પ્રભારી ગેમાભાઈ ડાંગર સહિતના હોદ્દેદારો ના સન્માન યોજાયા.
ભાવનગર ખાનગી પાર્ટી પ્લોટ માં યોજાયેલ આ સન્માન માં શહેર ના આહીર સમાજના અગ્રણીઓ ની ઉપસ્થિતિ રહી હતી.ભાવનગર શહેર આહીર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયેલ, તેમા ભાવનગર શહેર ભાજપ ના અધ્યક્ષ અભયભાઈ ચૌહાણ મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા.
શહેર સંગઠનના હોદ્દેદારો તથા ભાવનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નારુભાઈ ખમળ, ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ પેથાભાઇ ડાંગર, ભાવનગર ગ્રામ્ય ના પ્રભારી ગેમાભાઈ ડાંગર, ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ માસાભાઇ ડાંગર તથા સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા, અને આહીર સમાજ ના વડીલો તથા મિત્રો, દ્વારા સન્માન કરવામા આવ્યુ હતું.