Connect with us

Bhavnagar

ભાવનગર: ડમી કાંડમાં પીએસઆઈ સહિત બેની ધરપકડ

Published

on

Bhavnagar: Two including PSI arrested in dummy scandal

બરફવાળા

પીએસઆઈ સંજય પંડયાનાં માધ્યમથી બિન સચિવાલયની પરીક્ષા પાસ કરી નોકરી મેળવનાર અક્ષર બારૈયા

ભાવનગરમાંથી પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડને ઉજાગર કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ કૌભાંડની તપાસ માટે નીમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ ( એસ.આઈ.ટી. ) એ તપાસનો ધમધમાટ શરૂ કરી ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવી સરકારી ઇજનેરી કોલેજમાં નોકરી મેળવી લેનાર અક્ષર બારૈયા અને અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર પી.એસ.આઈ.સંજય પંડ્યાની ધરપકડ કરી બન્નેની પૂછપરછ શરૂ કરી છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેમજ સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડીને ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરી ભરતનગર પોલીસ મથકમાં આ કૌભાંડમાં સંડોવાયેલા 36 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. રવીન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટેશન ટીમની રચના કરવામાં આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસનો ધમધમાટ હાથ ધરી ડમી ઉમેદવાર મારફત પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવનાર અક્ષર બારૈયાની ધરપકડ કરી છે. તેમજ અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર કરાઇ એકેડેમીમાં પી.એસ.આઇ. ની તાલીમ લઈ રહેલા સંજય પંડ્યાને પણ હસ્તગત કરી તપાસ હાથ ધરી છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના હાથે ઝડપાયેલ આરોપી અક્ષર બારૈયા એ પી.એસ.આઈ. સંજય પંડ્યાના માધ્યમથી બિન સચિવાલયની પરીક્ષા પાસ કર્યા બાદ છેલ્લા એક મહિનાથી ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખોલ્યું છે.સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમે અક્ષર બારિયાની પૂછપરછ હાથ ધરી તેના રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે તેમજ પરીક્ષામાં પાસ થવા માટે કઈ રીતે વહીવટ કર્યો તે સહિતની વિગતો જાણવા એસ.આઈ.ટી. દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Bhavnagar: Two including PSI arrested in dummy scandal

સંજય પંડયાએ 5મી તરીકે ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી: ત્રણને નોકરી મળી

ભાવનગરમાં પકડાયેલ કાંડમાં કરાઈ એકેડેમી ખાતે પી.એસ.આઇ.ની તાલીમ લઈ રહેલા સંજય પંડ્યાનું નામ ખુલ્યું છે. આ મામલે તપાસ કરી રહેલી એસ.આઇ.ટી.એ અક્ષર બારૈયા નામના શખ્સની ધરપકડ કરી અક્ષર બારૈયાની જગ્યાએ પી.એસ.આઇ. સંજય પંડ્યા એ પરીક્ષા આપી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેની કરાઈ એકેડમી ખાતેથી અટકાયત કરવામાં આવી છે. સંજય પંડ્યાએ ત્રણ જેટલી પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે. જેમાં વર્ષ 2022 માં ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પરીક્ષા, ઉપરાંત સેનેટરી ઇન્સ્પેક્ટ ની પરીક્ષા પણ આપી હોવાનું ખુલ્યું છે. આ ત્રણેય પરીક્ષાઓમાં પાસ થયેલા ઉમેદવારોને સરકારી નોકરી મળી હોવાનું પણ ખુલવા પામ્યું છે. એસ.આઇ.ટી દ્વારા સંજય પંડ્યામાં મોબાઇલની કોલ ડીટેલ તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કવાયત હાથ ધરવાની સાથોસાથ સંજય પંડ્યાને ભાવનગર લાવી પૂછપરછ હાથ ધરી છે.ભાવનગરમાં ઝડપાયેલ ડમીકાંડ મામલાની રાજ્યના ગૃહ વિભાગે પણ ગંભીર નોંધ લીધી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!