Botad
બોટાદ જિલ્લા ભાજપમાં ઘમાસાણ : સૌરભ પટેલ અને સુરેશ ગોધાણી આમને – સામને
મિલન કુવાડિયા
સુરેશ ગોધાણી વિરોધનો ગઈકાલે પત્ર વાઇરલ થયા બાદ ગોધાણીએ સૌરભ પટેલ સામે જાહેર મંચ પરથી આગ ઓકી, છેલ્લા બે દિવસથી ચાલે છે આ ડ્રામાં, ગોધાણીના પોસ્ટરો સળગાવ્યા, બાદમાં ગોધાણીએ પટેલોની માફી પણ માંગી, બોટાદ જિલ્લા ભાજપમાં હડકંપ
ગુજરાતમાં ચુંટણીને લઇને ઉમેદવારોનું પ્રચાર અભિયાન વેગવંતુ બની રહ્યું છે. ત્યારે બોટાદમાં પ્રચારસભાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં સૌરભ પટેલ વિશે સુરેશ ગોધાણી આડેધડ બોલતા હતા. વીડિયો વાયરલ થયા પછી ગોધાણીનો કાર્યકરોએ મોટા પાયે વિરોધ કર્યો હતો. ત્યારબાદ વિરોધને લઇને સુરેશભાઇના સૂર બદલાયા છે. જેમને માફી માગી વીડિયો વહેતો કરી લોકોની માફી માંગી છે. હાલમાં વિધાનસભાની ચુંટણીનો ચારે તરફ રંગ જામ્યો છે ત્યારે પાર્ટીના નેતાઓ ટીકીટ ના મળવાના કારણે એક બીજા પર આક્ષેપો કરતા હોય છે.
બોટાદથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભાજપની જાહેર સભામાં સૌરભ પટેલ વિષે સુરેશ ગોધાણી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, બોટાદ વિધાનસભામાં સૌરભ પટેલને કારણે પોતાની ટિકિટ કપાઈ હોવાનું માનતા સુરેશ ગોધાણી પાર્ટીથી નારાજ થયા હતા, પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઘરે જઈને તેમને મનાવી લીધા હતા.
પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના પ્રચારમાં ઉતરી જવાનો આદેશ કર્યો હતો. ત્યારે પ્રચારની આ સભામાં સુરેશ ગોધાણીનો પિત્તો હલી ગયો હતો અને પોતાનું રાજકારણ ખલાસ કરનારા સૌરભ પટેલને દલાલ કહીને વિરોધમાં આક્રોશ ઠાલવ્યો હતો અને અભદ્ર ભાષાઓનો પ્રયોગ કર્યો હતો જેને કાર્યકરોમાં ભારે નારાજગી ઉભી થઇ હતી અને સુરેશભાઈ વિરોધના પોસ્ટરો સળગાવ્યા હતા ત્યાર બાદ સભામાં બેફામ બોલ્યા બાદ હકીકતનું ભાન થતાં સુરેશ ગોધાણીએ માંફી માંગતો વિડીયો બનાવી સોશિયલ મીડીયા થકી વાયરલ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયો મામલે મને કડવા પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા હતા અને અમારા સમાજ વિશે ખરાબ બોલ્યા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. તો આ મામલે સ્પષ્ટતા કરી તેમણે વધુમાં કહ્યું કે હું પાટીદાર સમાજ વિશે કશું બોલ્યો નથી. હું સભામાં એક વ્યક્તિની સામે જ બોલ્યો છું પણ પાટીદાર સમાજ વિરુદ્ધ હું કાઇ પણ બોલ્યો નથી. છતાં પણ પણ હું પાટીદાર સમાજની માફી માંગુ છું તેમ વિડીયોના અંતમાં કહ્યું હતું. સમગ્ર મામલો ગુજરાતના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે