Connect with us

Bhavnagar

ભાવનગર રેન્જમાં પ્રજા અને પોલીસનું સ્વાસ્થ્ય અને સબંધ સુધારવા એથ્લેટિક્સ મીટ – 2023

Published

on

athletics-meet-in-bhavnagar-range-to-improve-health-and-relationship-between-public-and-police-2023

મિલન કુવાડિયા

પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સબંધો સ્થાપિત થાય તે હેતુથી ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા એથ્લેટિક્સ મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ એથ્લેટિક્સ મીટ-2023ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાવનગર રેન્જના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારી સહિત પ્રજાજનો પણ હિસ્સો લઈ રહ્યા છે. 8 દિવસ માટે યોજાયેલી આ એથ્લેટિક્સ મીટ-2023નું ઉદધાટન ઈન્ચાર્જ ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ડી.જી.પી.એ વકતવ્યમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓેને માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત કર્યા હતા.

athletics-meet-in-bhavnagar-range-to-improve-health-and-relationship-between-public-and-police-2023

આજે 8 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે એથ્લેટિક મીટનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના માર્ગદર્શનથી ભાવનગર રેન્જના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પોલીસકર્મીઓ અને અધિકારીઓ માટે આ એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી આયોજીત એથ્લેટિક મીટમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, રસ્સા ખેંચ, કબ્બડી, 400 મીટર રીલે દોડ, વોલીબોલ, અને ટેનિસ ક્રિકેટની રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ રમતોમાં કુલ મળી 1400 પોલીસ કર્મચારી અને અધિકારીઓ હિસ્સો લેશે. મહત્વની વાત છે કે આ આયોજનમાં પોલીસ સહિત સામાન્ય જનતાને પણ સામેલ કરવામાં આવી છે.

athletics-meet-in-bhavnagar-range-to-improve-health-and-relationship-between-public-and-police-2023

જેમાં ભાવનગર રેન્જના વિસ્તારમાંથી 250 કરતા વધારે પ્રજાજનોએ રમતમાં હિસ્સો લીધો છે. ભાવનગર રેન્જમાં આયોજીતમાં પોલીસ વિભાગની એથ્લેટિક મીટ 2023ના ઉદઘાટન પ્રસંગે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ તેઓએ મહત્વની વાત કહી હતી કે, પોલીસ વિભાગમાં માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ ખુબ જરૂરી છે. દોડધામ ભરેલા અને જવાબદારી ભરેલા જીવનમાં રમત-ગમત માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.

Advertisement
error: Content is protected !!