Connect with us

Bhavnagar

ભાવનગર પોલીસ દ્વારા વ્યાજખોરોની ચુંગામાંથી લોકોને બચાવવા લોન મેળાનું આયોજન

Published

on

bhavnagar-police-organized-a-loan-fair-to-save-people-from-the-clutches-of-usurers

પવાર

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જિલ્લામાં વધી રહેલા વ્યાજ ખોરોનાં દૂષણને નેસ્ત નાબૂદ કરવામાં માટે જાહેર જનતાના હિતમાં પોલીસ તેમજ વિવિધ બેંકોની હાજરીમાં આ લોન મેળાનું પોલીસ વડી કચેરીએ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ લોકો હાજર રહ્યાં હતાં. રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વ્યાજ ખોરોનું દૂષણ ડામવા માટે કડક આદેશ આપવામાં આવેલા છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં આજે પોલીસના અધ્યક્ષ સ્થાને એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

bhavnagar-police-organized-a-loan-fair-to-save-people-from-the-clutches-of-usurers

તેમાં વિવિધ બેન્કો ના મેનેજર સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા અને જનતાને સરળતાથી લોન કેવી રીતે મળી શકે તે માટે તેમને માહિતગાર કર્યા હતા. આ સાથે જ વ્યાજખોરોના ચૂંગલ માંથી કેવી રીતે બચવું તેનાથી પણ માહિતગાર કર્યા હતા જિલ્લામાં સંપૂર્ણપણે વ્યાજખોરોનું દુષણ દૂર કરવા માટે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે ભાવનગર જિલ્લાના ડીએસપી કચેરી લોન મેળાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ સાથે જ નેશનલાઈઝ બેન્કમાં સરળતાથી મધ્યમ વર્ગના લોકોને લોન મળી રહે તે માટે પણ લોકોએ રજૂઆત કરી હતી.

error: Content is protected !!