Connect with us

Bhavnagar

તમારા શહેર કે ગામમાં ચાઇનીઝ માંજો કે ચાઇનીઝ લેન્‍ટર્ન વેંચાય છે? તરત જ ૧૦૦ નંબર ઉપર ફરિયાદ કરો

Published

on

are-chinese-thread-or-chinese-lanterns-sold-in-your-town-or-village-complain-on-100-number-immediately

પવાર

  • કોઇ પણ નાગરિક ફરિયાદ કરી શકે છે : પ્રતિબંધનું ચુસ્‍તપણે પાલન કરાવવા રાજ્‍ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સૂચના

ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્‍ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્‍તપણે પાલન કરાવવા રાજય સરકાર દ્વારા રાજયના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્‍ટર્ન તથા અન્‍ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્‍તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનની આજની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્‍યા હતા જેને ધ્‍યાને લઇ રાજય સરકાર દ્વારા રાજય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

are-chinese-thread-or-chinese-lanterns-sold-in-your-town-or-village-complain-on-100-number-immediately

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્‍ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજય સરકાર દ્વારા આ વસ્‍તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે જેનું ચૂસ્‍તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજય સરકાર દ્વારા રાજયના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્‍ટર, મ્‍યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્‍થળોએ પબ્‍લીક એનાઉન્‍સમેન્‍ટ સિસ્‍ટમનો ઉપયોગ કરવો, સમગ્ર રાજયમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્‍ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. નાગરિકો ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્‍ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્‍પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર ૧૦૦ ઉપર રજૂ કરી શકશે.

error: Content is protected !!