Palitana
સિહોરના અજય શુક્લ અને પરિવાર આયોજિત રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ભુરખિયા ખાતે યોજાશે
કુવાડીયા
- પાલીતાણા ના મહંત પૂ.રમેશભાઈ શુકલના વ્યાસાસને તેમના મધુર કંઠે સંગીતમય શૈલી માં રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરાવશે
દેશ વિદેશ સહિત ગુજરાતના લોકપ્રિય એવા ભુરખિયા હનુમાનજી મહારાજ મંદિર ભુરખિયા(લાઠી) ખાતે સિહોર ના સ્વ.ગજાનનભાઈ હિંમતલાલ શુક્લ પરિવાર દ્વારા સુપ્રસિદ્ધ કથાકાર કાલભૈરવ મંદિર પાલીતાણા ના મહંત પૂ.રમેશભાઈ શુકલના વ્યાસાસને તેમના મધુર કંઠે સંગીતમય શૈલી માં રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ નું તા.૨૦-૭-૨૩ થી ૨૮-૭-૨૩ દરમિયાન સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩ થી ૬:૩૦ રસપાન કરાવશે આ કથા દરમિયાન વિવિધ પ્રસંગો ૨૦ તારીખે સવારે ૯ કલાકે પોથીયાત્રા ભુરખિયા હનુમાનજી મંદિર થી ચિત્રકૂટ( કથા સ્થળે) પહુચશે, ૨૨-૭-શિવ વિવાહ, તથા રાત્રે ૮ કલાકે અમદાવાદના પંકજભાઈ શાસ્ત્રી દ્વારા સુંદરકાંડ,૨૩-૭- રામ જન્મ
૨૪-૭- રામ વિવાહ,૨૫-૭- કેવટ પ્રસંગ,૨૬-૭- ભરત મિલાપ, ૨૭-૭-સુંદરકાંડ તથા રામેશ્વર પૂજન,૨૮-૭- રામ રાજ્યાભિષેક સાથે કથાને વિરામ આપશે આ કથાપ્રસંગ ને દિવ્ય તથા ભવ્ય ઉજવણી કરવા માટે શુક્લ પરિવારના અજયભાઈ, વિજયભાઈ તથા જતીનભાઈ તથા શુક્લ પરિવાર સભ્યો દ્વારા અથાક મહેનત કરી રહ્યા હતા ત્યારે આ ભુરખિયા હનુમાનજી ના સાનિધ્યમાં દિવ્ય ઘડી પ્રાપ્ત થઈ છે.
આ કથા નું સંપૂર્ણ માર્ગદર્શન સર્વોત્તમ ડેરીના એમ.ડી હરિશંકરભાઈ જોષી આપી રહ્યા છે કથાના પાવન પ્રસંગો દરમિયાન સાધુ સંતો,મહંતો,વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, રાજકીય સામાજિક આગેવાનો,બ્રહ્મ અગ્રણીઓ,ચંદ્રમૌલેશ્વર મહિલા મંડળ,રાજીવ નગર મઢુંલી મહિલા મંડળ,કુંજગલી હવેલી મહિલા મંડળ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. આ રામ ચરિત જ્ઞાનયજ્ઞનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહુચે અને ખૂબ મોટી સંખ્યામાં શ્રોતાજનો કથા શ્રવણ કરે માટે ભવ્ય ડોમ ની વ્યવસ્થા તથા પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી છે.