Palitana
પાલીતાણામાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ની ઉજવણી કરાય પ્રતિમા નું અનાવરણ કરાયું
વિશાલ સાગઠીયા
ભારતના બંધારણના ઘડવૈયા મહિલાઓના મુક્તિદાતા ભારત રત્ન એવા ડો. ભીમરાવ આંબેડકર સાહેબની 132 મી જન્મ જયંતી નિમિત્તે પાલીતાણા અનુસુચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણા શહેરના વડીયા રોડ પાસેથી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અનુ જાતિના લોકો બહોળી સંખ્યામાં ડીજેના તાલે જુમી ઉઠ્યા હતા તેમજ પાલીતાણા ડો.ભીમરાવ આંબેડકર સર્કલ ખાતે સાડા છ ફૂટની ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું અને પ્રતિમા આજે ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં અનુ.જાતિ સમાજ લોકો જોડાયો હતા અને પાલીતાણા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક આગેવાનો સહિત જોડાયા હતા અને કાર્યક્રમ કરાયો હતો.
દિવંગત પાલુબેન ખેતાભાઇ ગોહિલ અને દિવંગત દલપતભાઈ ખેતાભાઇ ગોહિલની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર કિશોરભાઈ ખેતાભાઈ ગોહિલ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની સાડા છ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.