Palitana
પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષકનો નવતર પ્રયોગ : બાળકોને ડિજિટલ પાટી આપવામાં આવી

દેવરાજ
- સરકારી શાળાના બાળકોને ડીઝીટલ યુગમાં આગળ વધી શકે તેવો નવતર પ્રયોગ કરતાં શિક્ષક નાથાભાઇ
પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં અભ્યાસ કરતાં ત્રીજા ધોરણના ૩૫ જેટલા બાળકોને શિક્ષકશ્રી નાથાભાઈ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને ડિજિટલ પાટી ની ભેટ આપવામાં આવી હતી. પાટી, સ્લેટ અને કાતરિયાની સાથે બાળકોને સરકારી શાળામાં ભણાવવામાં આવે છે એ ઓળખ બદલાની હવે ડિજિટલ પાટી સાથે બાળકો શાળામાં શિક્ષણ મેળવશે ડિજિટલ પાટી આંખો ને નુકશાન પણ કરતી નથી અને સારું કામ આપે છે તેમજ પાટીમાં લખેલું તરત જ સાફ કરી શકે છે અને તેનો ઉપયોગ ખૂબ જ સરળ હોઈ શિક્ષક શ્રી નાથાભાઈ દ્વારા કઈક અવનવી ભેટ બાળકોને આપવામાં આવી હતી.
પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો ત્રીજા ધોરણના તમામ બાળકોના શિક્ષણ માટે શાળાનાં શિક્ષક શ્રી નાથાભાઇ દ્રારા ડિજિટલ પાટી આપવામાં આવી. આ તકે શિક્ષકશ્રી નાથા ભાઈએ જણાવ્યું હતું કે સરળ અને બાળકો ને ગમે તેવી પાટી હોવાથી લેખન કૌશલ્ય માટે ખુબજ ઉપયોગી સાબિત થશે. સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરવો ગમે તે માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવે છે જેમાં આ તમામ બાળકો ને પાટી ભેટમાં મળવાથી બાળકો ખુબજ આનંદિત થયાં છે.
વધુમાં શિક્ષકશ્રી એ જણાવ્યું હતું કે ડિઝિટલ પાટીથી એક બાળક ત્રણ જેટલા વૃક્ષો બચાવી શકે છે આ ઉપરાંત બાળકમાં સ્વચ્છતા જળવાઈ રહે છે અને એક બટન ડિલીટ દબાવવાથી પાટી સાફ થઈ જાય છે એમ સમયનો પણ બચાવ થાય છે. આમ, સરકારી શાળામાં અભયસ માટે સરકાર દ્વાર અવનવા અભિગમ સાથે કાર્યશાળા ચલાવવામાં આવે છે તો સરકારી શાળાંમાં શિક્ષકો પણ ઇનોવેટિવ બન્યા છે અને બાળકોને દરેક ક્ષેત્રે આગળ રાખવા માટે પ્રયત્નશીલ બન્યા છે.