Palitana
પાલિતાણા શૈત્રુંજ્ય પર્વત વિવાદને લઈ રાજ્ય સરકારની મોટી કાર્યવાહી, અપાયા આ આદેશ
મિલન કુવાડિયા
- ગૃહ રાજ્યમંત્રીની હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક બાદ લેવાયો નિર્ણય, છેલ્લા કેટલાક સમયથી પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે ચાલે છે વિવાદ
પાલીતાણા મંદિરમાં ગત 17 ડીસેમ્બરના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન મંદિર હુમલાની જાણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ઉચ્ચ પોલીસ આધિકારીઓની હાજરીમાં મિટિંગ બોલાવી હતી. આ મામલે સુપ્રસિદ્ધ પાલીતાણાના શ્રી શત્રુંજય મહાતીર્થમાં બનેલ ઘટના સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપી હતી. આ બેઠકમાં IG, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. અને પોલીસ અધિકારીઓને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પાલીતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી.
આ સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થા નું કેન્દ્ર છે. જેથી તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે. કોઈ પણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. અને વિડીયોમાં મહારાજ સાહેબ સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેમની પર કડક પગલાં લેવામાં આવ્યા છે. 5 દિવસ પહેલાએ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, હવે શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવામાં આવશે. પાલિતાણાનાં શેત્રુંજય પર્વતની આસ્થા માટે સરકાર ભવિષ્યમાં પણ કામ કરતી રહેશે. જેમાં ટાસ્ક ફોરસમાં મહેસુલ, ફોરેસ્ટ, અને પોલીસ વિભાગના અધિકારીઓ રહેશે. શેત્રુંજયના તમામ વિષયો પર ચર્ચા કરી મુખ્યમંત્રીએ આજે જ ટાસ્ક ફોર્સ માટે સુચના આપી છે. અને આવતીકાલે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
પાલીતાણા મામલે રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામા આવી
પાલિતાણા શૈત્રુજ્ય મંદિર બાબતે જૈન સમુદાય દ્વારા સરકારને રજૂઆત કરી તેઓની માંગણીઓ સંતોષવાની માંગ કરી હતી. જે મામલે છેલ્લા કેટલાક દિવસથી પાલીતાણામાં ચાલતા વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાલીતાણા મામલે રાજ્ય સરકાર દ્વારા SIT ની રચના કરવામા આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ બાજુ પાલીતાણામાં સમ્મેદ શિખર મામલે જૈન સમાજ આંદોલન કરી રહ્યો છે.
શુ હતો પાલિતાણા વિવાદ
ભાવનગરના સુપ્રસિદ્ધ પાલિતાણામાં ખાતે આવેલ નિલકંઠ મંદિર બાબતે છેલ્લા કેટલાક સમયથી પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે વિવાદ ચાલે છે. જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. પગલા ખંડિત કરવા સાથે મંદિરના CCTV અને પોલમાં પણ તોડફોડ કરી હતી. શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરાનો થાંભલો અને પેઢીના બોર્ડની તોડફોડ કરનારા તત્વો સામે કડક પગલા ભરવાની માંગણી કરવામાં આવી હતી. પાલીતાણામાં ગીરીરાજ પર્વત ઉપર આમ તો સદીઓથી જૈન દેરાસરો આવેલા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે પરંતુ તાજેતરમાં આણંદથી કલ્યાણજી પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં અને જૈન સમાજ સામે રોષની લાગણી જોવા મળી છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરના આઈ જી અને એસપી સહિતના અધિકારીઓને વધુ તપાસ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.