Connect with us

Umrala

ઉમરાળાના રંઘોળા નજીકથી 34 હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી સાથે લાખોનો મુદ્દામાલ કબજે કરાયો

Published

on

34 thousand liters of inflammable liquid was seized from near Rangola in Umarala.

પવાર

  • ઉમરાળાના રંઘોળા નજીકથી જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું
  • 34 હજાર લીટર પ્રવાહી,ત્રણ ટ્રક મળી રૂ.47.20 લાખનો મુદ્દામાલ કબજે

34 thousand liters of inflammable liquid was seized from near Rangola in Umarala.

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાંથી ઉમરાળા પોલીસે વધુ એક વખત 34 લિટર જવેલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી લઇ રૂ. 47 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. ઉમરાળા પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રંઘોળામાં રહેતો મનીષ આલાભાઇ ડાંગરે રંઘોળા પાસે હાઇવે પર આવેલ પોતાની વૃંદાવન હોટલે જવલનશીલ પ્રવાહીનો જથ્થો ઉતાર્યો છે. જે બાતમીના આધારે ઉમરાળા પોલીસે વૃંદાવન હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી 34,400 લીટર જવેલનશીલ પ્રવાહી કિં. રૂ. 17.20 લાખ તથા ત્રણ ટ્રક મળી કુલ રૂ. 47.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉમરાળા પોલીસે હાજર નહીં મળી આવેલ મનીષ આલાભાઇ ડાંગર રહે. રંઘોળા વિરૂદ્ધ આઈપીસી કલમ 285 તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ કાળા બજાર વેચાણ પ્રતિબંધ પુરવઠા જાળવણી અધિનિયમની કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!