Connect with us

Sihor

સિહોરના દેવગાણાના શખ્સના મકાનમાંથી ૨૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

Published

on

27-bottles-of-foreign-liquor-were-seized-from-the-house-of-a-man-in-devgana-sihore

પવાર

સિહોર તાલુકાના દેવગાણા ગામમાં આવેલ મકાનમાં દરોડો પાડી સિહોર પોલીસે ઇંગ્લિશ દારૂની ૨૭ બોટલ સાથે એક શખ્સને ઝડપી દીધો હતો. સિહોર પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે દેવગાણા ગામમાં આવેલ વજુદાન ભીખુભાઈ ગઢવીના રહેણાકી મકાનમાં દરોડો પાડી ઘરના પાણીયારાની ઉપરના ભાગે સજામાં ચોરખાનું બનાવીને છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલ કિં. રૂ. ૭,૯૫૦ કબજે કરી હતી.

27-bottles-of-foreign-liquor-were-seized-from-the-house-of-a-man-in-devgana-sihore

સિહોર પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૨૧,૯૫૦ના મુદ્દામાલ સાથે વજુદાન ભીખુભાઈની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર સિહોરના ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા વિરુદ્ધ પણ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

error: Content is protected !!