Sihor
સિહોર પંથકમાં પ્રેમમાં ફસાયેલ યુવતીની મદદે પહોંચી 181 અભયમ ટિમ
પવાર
યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરી, પરિવાર મુશ્કેલીમાં મુકાયો, 181 ટીમની મદદ લઈ મામલો થાળે પાડ્યો
પાલિતાણા 181 અભયમ મહિલા હેલ્પલાઇનને મદદ માટે કોલ આવેલ કે જેમાં એક યુવતી ને પ્રેમ થઈ જતા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. યુવતીને સોશ્યલ મીડિયા એપ દ્વારા તેમના બોય ફ્રેન્ડ સાથે કોન્ટેક્ટમાં આવેલ થોડા જ દિવસોમાં યુવતી પ્રેમમાં ફસાઇ ગઇ હતી. પ્રેમી સાથે લગ્નની જીદ કરતા પરિવારે 181 ટીમ ની મદદ લીધી હતી 181 અભ્યમ ટીમ ઘટના સ્થળે પહોંચી યુવતીની પૂરી વાત સાંભળી હતી.
યુવતી ને કાઉન્સિલિંગ કરતા માતા પિતા સાથે રહી પોતાનો અભ્યાસ પૂરો કરવા જણાવેલ યુવતી પોતાની જીદ મૂકી લગ્ન માટે નાં પડી હતી બોય ફ્રેન્ડ ને સમજાવી હાલ પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા જણાવેલ બંને પક્ષે પોતાની ભૂલ સમજાતાં પોતાના પરિવાર નું કેહવુ સ્વીકાર્યું હતું. આ રીતે 181 ટીમ દ્વારા યુવતી ને ગેર માર્ગે જતી અટકાવી પરિવાર સાથે શાંતિથી સુલેહ કરાવી હતી