Connect with us

Sihor

સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની વણઝાર

Published

on

Development of service activities through Sihore youth age change

દેવરાજ

સિહોર શાળા નં 1 ખાતે કદેદારજીના કૂવા સરકારી પ્રાથમિક શાળા કંસારા બઝાર ખાતે આવેલ સ્વ.જયશ્રીબેન કપિલરાય ત્રિવેદી સિહોર પરિવારના આર્થિક સહયોગથી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ તેમજ નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર શાળાના 21 તેજસ્વી તારલાઓને એજ્યુકેશન કીટ,4 દિવ્યાંગ બાળકોને મીની એજ્યુકેશન કીટ તેમજ 428 જેટલા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ,બિસ્કીટ તેમજ નાસ્તા ના પેકેટ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પવન ફાઉન્ડેશનના સંચાલક ડૉ.નરદીપસિંહ,શાળા ના આચાર્ય પ્રફુલભાઈ,YYP ના કાર્યકારી અધ્યક્ષ કુલદીપ સિંહ,સ્થાપક મલયભાઈ,મિતેશભાઈ,રવિભાઈ, હિંમતભાઈ,અંકુરભાઈ,સાગરભાઈ,કૌશલભાઈ,કેતનભાઈ વિગેરે સભ્યો એ આ કાર્ય ને સફળ બનાવ્યું હતું.

error: Content is protected !!