Connect with us

Ahmedabad

બગોદરા પાસે ટ્રક પાછળ ટેમ્‍પો ટ્રાવેલ્‍સ ઘુસી જતા 10ના મોત

Published

on

10 killed when Tempo Travels rammed into the back of a truck near Bagodara

બરફવાળા

બગોદરા હાઈવે ફરી રકતરંજીત : ભયાનક અકસ્માતથી માર્ગ મરણચીસોથી ગાજયો, ચોટીલા દર્શન કરીને કપડવંજ પંથકના લોકો છોટા હાથી ટેમ્પોમાં પરત ફરતા હતા: 5 થી વધુ લોકો ઘાયલ, હાઈવે પર લોહીના ખાબોચીયા ભરાયા: સ્થળ જ 10 લોકોનાં મોતથી અરેરાટી

કપડવંજના સુંધા ગામના લોકો ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્‍યારે દુર્ઘટના : 5 મહિલા, 2 પુરૂષો અને 3 બાળકો ભોગ બન્‍યા : 10 ને ઇજા

અમદાવાદ હાઇ-વે ઉપર આવેલા બગોદરા પાસે બંધ ટ્રક પાછળ ‘‘ટેમ્‍પો -ટ્રાવેલ્‍સ” વાહન અથડાતા કપડવંજ જીલ્લાના સુંધા ગામના 10 વ્‍યકિતઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ કપડવંજના ભાવિકો ચોટીલા માતાજીના દર્શને આવ્‍યા હતા. તેઓ દર્શન કરીને પરત કપડવંજના સુંધા ગામે વતનમાં જઇ રહ્યા હતા ત્‍યારે બગોદરા પાસેના મીઠાપુર ગામ નજીક રોડ ઉપર ઉભેલા બંધ ટ્રક પાછળ આ ટેમ્‍પો ટ્રાવેલ્‍સ અથડાતા ઘટના સ્‍થળે ૧૦ વ્‍યકિતઓના મોત થયા છે.

10 killed when Tempo Travels rammed into the back of a truck near Bagodara

મૃતકોમાં પ મહિલાઓ, ર પુરૂષો અને ૩ બાળકોને મૃતકો પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. જયારે ૧૦ જેટલા વ્‍યકિતઓને ઇજા થતા સારવાર માટે બગોદરા અને બાવળાની હોસ્‍પિટલોમાં ખસેડાયા છે. એક સાથે ૧૦ વ્‍યકિતના મોત અને ૧૦ જેટલા લોકોને ઇજા થતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સો અને પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો.  આ અકસ્‍માતની જાણ થતા લોકોના ટોળા ઘટના સ્‍થળે દોડી ગયા હતા. અને સેવાભાવીઓ દ્વારા ઇજાગ્રસ્‍તો તાબડતોબ હોસ્‍પિટલમાં પહોંચાડવાની કામગીરી કરી હતી.

Advertisement
error: Content is protected !!