Connect with us

Business

ભાવનગર ; ડૉક્ટરને ફ્લેટમાં બોલાવી કેફી પીણું પીવડાવી નગ્ન વીડિયો બનાવ્યા અને યુવતીએ બાદમાં….

Published

on

ભાવનગર ; ડૉક્ટરને ફ્લેટમાં બોલાવી કેફી પીણું પીવડાવી નગ્ન વીડિયો બનાવ્યા અને યુવતીએ બાદમાં….



ભાવનગરના ડોક્ટર હનીટ્રેપમાં ફસાયા ; નર્સની જોબ કરતી યુવતીએ કેફી પીણું પીવડાવીને નગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યા, બ્લેકમેલ કરીને 5 લાખ અને કારની માંગ કરી

પવાર
ભાવનગર શહેરમાં એક ડોક્ટર સાથે હની ટ્રેપનો બનાવ બન્યો છે. જેમાં ડોક્ટરને થોડા દિવસ પહેલા અધેવાડા પાસે આવેલ એક ફ્લેટ બોલવામાં આવ્યો હતો જ્યાં ડોકટરને કેફી પીણું પીવડાવી બેભાન કરી દઈ તેમના નગ્ન વીડિયો ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ યુવતી દ્વારા બ્લેકમેલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને ફોરવીલની માંગ કરવામાં આવી હતી. જેનો શિકાર બનેલા ડોક્ટરે પોલીસની મદદ માગી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી આ હની ટ્રેપમાં ફસાવનાર યુવતી ની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે સીટી ડીવાયએસપી આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, શહેરમાં રહેતા એક ડોક્ટર હની ટ્રેકનો શિકાર બન્યા છે જેમાં મળી રહેલ જાણકારી મુજબ તળાજા તાલુકામાં કોન્ટ્રાક્ટથી નર્સિંગની જોબ કરતી યુવતીએ ભાવનગરના ડોક્ટરને ફસાવવા માટે પ્લાન કર્યો હતો, જેમાં ડોક્ટર સાથે પહેલા સંબંધ કેળવ્યા હતા અને ત્યારબાદ આ ડોક્ટરને પોતાના ફ્લેટ પર બોલાવ્યા હતા અને ડોક્ટરને કેફી પીણું પીવડાવીને પહેલા બેભાન કર્યા અને ત્યારબાદ તેના નગ્ન હાલતમાં સાથે ફોટા વિડીયો બનાવ્યા અને તેમના મિત્રોને મોકલ્યા અને ત્યારબાદ બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં ફરિયાદી ડોક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને એક સિફટ કારની માંગ કરવામાં આવી જે મામલે ફરિયાદી ડોક્ટર દ્વારા ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જોકે અગાઉ પણ આવું કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને કોણ કોણ ફસાયો છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હાલ તો આ સમગ્ર મામલે ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


બોક્સ…

રાજ્યમાં હનીટ્રેપ (honeytrap)ના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યાં છે. ત્યારે દરેકે આવા લોકોને ઓળખીને તેમની મોડસ ઓપરન્ડીને સમજી તે સફળ ન થાય તે માટે થોડું સતર્ક રહેવાની જરૂર છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. લોકોને લોભામણી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવા આવે છે અને બાદમાં તેમની સાથે ફ્રોડ કરવામાં આવે છે. એકાઉન્ટ ધારક મહિલાઓ કમાણી કરતા યુવકો અને પ્રોફેશનલને પોતાની જાળમાં ફસાવે છે.  મીઠી મીઠી વાતો કરે છે જે બાદ શરૂ થાય છે હની ટ્રેપનો ખેલ. આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા વાતો કરે છે બાદમાં વીડિયો કોલથી વાત કરે છે અને અનેકવાર તો વીડિયો કોલમાં આ યુવતીઓ નગ્ન થઈ જાય છે અને પુરુષોને પણ નગ્ન થવાનું કહે છે. બાદમાં તેમનો વીડિયો ઉતારી લેવામાં આવે છે અને તેમને બ્લેકમેઈલ કરવામાં આવે છે.

error: Content is protected !!