Bhavnagar
વાંકાનેરના વેપારીને ભાવનગરની મહિલાએ હનીટ્રેપમાં ફસાવી રૂ.અઢી કરોડની કરી માંગણી

પવાર
- હની ટ્રેપમાં ફસાયેલા વાંકાનેરના વેપારીએ ભાવનગરના ઘોઘારોડ પોલીસમાં નોંધાવી ફરિયાદ, ચકચાર
ભાવનગરમાં રહેતી મહિલા અને તેના સાગરીતે વાંકાનેરના વેપારીને મોહજળમાં ફસાવી ઘરે બોલાવી બીભત્સ વિડીયો ઉતારી મહિલાના સાગરીતે વેપારીને વોટસએપ દ્વારા વિડીયો મોકલી બ્લેકમેલિંગ કરી રૂપિયા અઢી કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર ખાતે રહેતા વેપારી પોતાના વેપાર ધંધા માટે ભાવનગર ખરીદી કરવા વારંવાર આવતા હોય તેવામાં બે વર્ષ પહેલા ભાવનગરની દિવ્યાબેન સાથે સંપર્ક થયો હતો આ સંપર્ક થકી મહિલાએ વેપારી સાથે વિશ્વાસ કેળવી પોતાના ઘરે બોલાવ્યો હતો અને ઘરમાં બીભત્સ વિડીયો ઉતારી લીધા હતા
આ વિડીયોના આધારે મહિલા અને તેનો સાગરીત ભારત ઉર્ફે ભોલુ એ વાંકાનેરના વેપારીને બ્લેકમેલિંગ કરવા લાગ્યા હતા અને રૂપિયાની માંગણી કરતા હતા પરંતુ વાંકાનેરના વેપારી વશ ન થતાં હોય મહિલા અને તેના સાગરીતે વેપારીના વોટસએપ પર ઉતારેલા વિડીયો મોકલી આપી રૂપિયા અઢી કરોડની માંગણી કરી હતી દરમિયાનમાં વાંકાનેર ના વેપારી મૂંઝવણમાં હતા ત્યારે વેપારીએ ઘોઘા રોડ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા ભાવનગરમાં ખળભળાટ મચી ગયો હતો