Sihor
સિહોર ; વરલ ઘાંચી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું – કાજલ શીંગાળા નામની યુવતીના જાહેર પ્રવચન ઉપર કાયમી રોક લગાવવા માંગ

પવાર
સિહોરના વરલ ગામના ઘાંચી સમાજ દ્વારા મામતલદાર ને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે ગત તારીખ ૩૦–૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના ૮.૦૦ કલાકે ઉના શહેરના સોમનાથ ખાતે રામળાવાડી નામે ઓળખાતી જગ્યામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં એક વ્યકિત જેમનું નામ કાજલ શિંગાળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની કે જેમણે જાહેર મંચ ઉપર લાઉડ સ્પીકર મારફત પોતાના વકતવ્યમાં મુસ્લિમ સમાજ વિરોધી અણછાજતુ અને ઉશ્કેરણીજનક એલફેલ નિવેદન આપી મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવું જાણી જોઈને કાર્ય કરેલ છે.
તેમના ઘ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે.તેમના ઘ્વારા મુસ્લિમ સમાજની બહેનોને હિન્દુ યુવકો સાથે લગ્ન કરવા આહવાન કરી બે કોમ વચ્ચે નફરત ફેલાય તેવુ વકતવ્ય અપાયુ હતુ અને જાહેર મંચ પરથી લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાયો હતો. આ વકતા ઘ્વારા અનેક વખત મુસ્લિમ સમાજને ટારગેટ કરી અને મુસ્લિમ ધર્મ સ્થાનને તેમજ સમાજ વિશે મનઘડત નિવેદન આપવામાં આવે છે અને આ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણ આપવાની આ મહિલા વકતા ટેવ ધરાવે છે. આપણો દેશ સહીયારી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. દરેક નાગરિકોને બંધારણે સમાન અધિકારો આપેલ છે.
તેવામાં હિન્દુ-મુસ્લિમ બન્ને કોમ એકતા ધરાવે છે. તેમા પલીતો ચાંપવાનો પ્રયાસ યોગ્ય નથી.આ મહીલા વકતાના નિવેદન બાદ ઉના શહેરમાં તંગદીલીનું વાતાવરણ સજાર્યુ હતુ. હિન્દુ-મુસ્લિમ વિશાળ સમુદાય વચ્ચે ઝેર ફેલાવવાના હેત ઉશ્કેરણીજનક પ્રવચન આપવાની ટેવ ધરાવનાર આ મહિલા વકતા કાજલ શીંગાળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની આ પ્રકારના જાહેર પ્રવચન પર કાયમી રોક લગાવવા માટે માંગ કરવામાં આવી છે.