Botad
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ૯ કરોડ થી વધુ કિંમતના ૮ કિલો સોનામાંથી બનેલા હિરા જડિત વાઘા પહેરાવાયા
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ૯ કરોડ થી વધુ કિંમતના ૮ કિલો સોનામાંથી બનેલા હિરા જડિત વાઘા પહેરાવાયા
હનુમાનજીદાદાના સિંહાસનને 100 કિલો ગલગોટા,ગુલાબ વગેરે પુષ્પોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
પવાર
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે તા.21-07-2024ને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દાદાને આજે સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે જ દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે. આજે દાદાનું વિશેષ પૂજન કરાયું હતું. તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને 100 કિલો ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પણ પહેરાવ્યા છે. દાદાના સિંહાસને શણગાર કરવા માટે ગુલાબ અને ગલગોટાના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. ગુરુપૂર્ણિમાંના પવિત્ર દિને સવારે 6:30 થી 7:00 કલાક દરમિયાન સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન કરી સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીની આરતી પ.પૂ. નારાયણમુની સ્વામી-અથાણાવાળા કરવામાં આવ્યુ હતું. તેમજ ગુરુ પૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી.મંદિરમાં સાંજે 5:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 7:0 કલાકે શ્રી કષ્ટભંજનદેવની સંધ્યા આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એવં સંતોના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.