Connect with us

National

કોની સરકાર : કર્ણાટકમાં EXIT-POLLથી સસ્પેન્સ વધ્યું: ભાજપ-કોંગ્રેસ છાવણીમાં એલર્ટ

Published

on

Who's Government : EXIT-POLL heightens suspense in Karnataka: Alert in BJP-Congress camp

બરફવાળા

2018ની સ્થિતિ ભણી ધકેલાતુ દેશનું આઈટી સ્ટેટ : જનતાદળ (એસ)ને હવે માથે નહી ચડાવવા કોંગ્રેસનો વ્યુહ: ભાજપ માટે ફરી યેદીયુરપ્પા જ ‘તારણહાર’

કર્ણાટકમાં કશ્મકશભરી બની ગયેલી વિધાનસભા ચૂંટણી બાદ પણ એકઝીટ પોલે હવે પરિણામનું સસ્પેન્સ વધારી દીધુ છે અને તા.13ના વાસ્તવિક પરિણામો આ એકઝીટ પોલ મુજબ આવે તો શું તે નિશ્ચીત કરવા ભાજપ અને કોંગ્રેસ પક્ષે તેની રણનીતિ બનાવટનો પ્રારંભ કર્યો છે. એકઝીટપોલ ભાગ્યેજ કોઈ પાસે ભાજપને બહુમતી મેળવતો કે પછી 2018ની માફક સૌથી મોટા પક્ષ તરીકે દર્શાવ્યા છે પણ પક્ષ હજું પણ કહે છે કે આ ફકત એકઝીટ પોલ છે અને વાસ્તવિક પરિણામો અમારી જીતના હશે. કુલ આઠ એકઝીટ પોલમાં સાતમાં કોંગ્રેસની સરસાઈ તથા ત્રણમાં કોંગ્રેસને બહુમતી દર્શાવાઈ રહી છે. જયારે ભાજપને ફકત એક જ એકઝીટ પોલમાં સૌથી મોટા પક્ષ સાથે વિજેતા દર્શાવ્યા છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ એકઝીટ પોલ બાદની રણનીતિ ઘડવા માટે આગામી 24 કલાકમાં ભાજપની કોર ગ્રુપની બેઠક મળશે અને સરકાર રચવાના ‘જાદુગર’ બી.એસ.યેદીયુરપ્પા પર ભાજપનો આધાર છે.

Who's Government : EXIT-POLL heightens suspense in Karnataka: Alert in BJP-Congress camp

જનતાદળ (એસ) ફરી સતાની ચાવી મેળવો તો પણ હવે કોંગ્રેસ પક્ષ 2018નો જોખમી પ્રયોગ ક્રશે નહી અને આ પક્ષને ફકત સતાના ભાગીદારની ઓફર કરશે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ હવે જીતેલી મનાતી બાજી હારી જવાય નહી તેની ચિંતા કરે છે અને ખાસ કરીને પક્ષમાં મુખ્યમંત્રી પદ માટે ખેચતાણ ન થાય તેની ચિંતા કરશે. આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી ડી.કે.શિવકુમારે પોતે મુખ્યમંત્રી પદના દાવેદાર નથી તેવું જણાવીને જે કોઈ નિર્ણય લેવાશે તે સર્વાનુમતે હશે તેવું જણાવીને કોંગ્રેસ સ્પર્ધા ટાળવાનો પ્રયત્ન કર્યો છે. હવે બહુમતીના 113ના આંકડાથી કયો પક્ષ કેટલો દૂર રહેશે અને જનતાદળ (એસ) કેટલી બેઠકો મેળવશે તેના પર સૌની નજર છે.

Advertisement
error: Content is protected !!