National
TDP કાર્યકર્તાઓએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડનો વિરોધ કર્યો, પ્લેનની અંદર પ્રદર્શન કર્યું; કરાઈ ધરપકડ
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ સમગ્ર રાજ્યમાં અશાંતિનું વાતાવરણ છે. કથિત સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડના સંબંધમાં રવિવારે વિજયવાડામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) કોર્ટે ચંદ્રાબાબુ નાયડુને 23 સપ્ટેમ્બર સુધી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.
નાયડુની ધરપકડ બાદ તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકરો રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ સામે વિશાખાપટ્ટનમ જતી ફ્લાઈટની અંદર TDP કાર્યકર વિરોધ કરતા જોવા મળ્યો હતો.
TDP કાર્યકર અદારી કિશોર કુમારે મંગળવારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર પ્લેનની અંદર વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક કથિત વીડિયોમાં કિશોર કુમારને વિમાનની અંદર ‘સેવ ડેમોક્રેસી’ બેનર પકડીને જોઈ શકાય છે.