Sihor
સિહોરના વડલાચોક ખાતે આક્રોશભેર કોંગ્રેસનું પૂતળા દહન કરતું વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ

દેવરાજ
કર્ણાટકમાં કોંગ્રેસના નેતા દ્વારા બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાના વાહિયાત નિવેદનને લઈને વિહિપ અને બજરંગ દળ ખફા
હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ દળના યુવકો દ્વારા કોંગ્રેસ કાર્યાલયો સામે પૂતળા દહન કરી દેખાવો કરવામાં આવ્યા છે.
આજે સમી સાંજે સિહોરના વડલાચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, અને બજરંગ દળના અગ્રણી કાર્યકરોએ એકત્ર થઈ કર્ણાટક કોંગ્રેસના નેતા દ્વારા આતંકી સંગઠન સાથે બજરંગ દળને સરખાવી હિન્દુવિરોધી માનસિકતાના નેતાઓ ધરાવતી કોંગ્રેસનો વિરોધ કરી તેના પૂતળાંનું દહન કરી નારાઓ લગાવી આક્રોશભેર વિરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી અને ચીમકી આપી છે કે, રાષ્ટ્રના હિતમાં હિન્દુત્વની વિચારધારા સાથે કામ કરતા બજરંગ દળના રાષ્ટ્રવ્યાપી સંગઠન સામે વાહિયાત વાતો કરી મત અંગે કરવા નીકળેલી અને હાર ભાળી ગયેલી કોંગ્રેસને તેની ઓકાત યાદ કરવી જોઈએ.
બજરંગ દળ સામે ખોટા આક્ષેપો અને આતંકવાદી સંગઠનો સાથે સરખાવવાની ચેષ્ટા કરવામાં આવશે તો કોંગ્રેસને ઈટ નો જવાબ પથ્થરથી આપવામાં આવશે. હિન્દુઓના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં બજરંગ દળને કોઈ પણ પરિબળો રોકશે તો બજરંગ દળ બજરંગ બલીના આદર્શોને ધ્યાનમાં રાખી તેની સામે પ્રતિકાર પણ કરી શકે છે. જેથી સાનમાં સમજી જવા બજરંગ દળના કાર્યકરોએ આ તકે જણાવ્યું હતું.