Sihor
સિહોરના હઝરત રોશન ઝમીર ગરીબશાહ પીરનો આસ્થા અને શ્રદ્ધા સાથે ઉર્ષ ઉજવાયો: ધાર્મિક કાર્યક્રમો સાથે સાંજે લોકમેળો યોજાયો
દેવરાજ બુધેલીયા
ઉર્ષ મુબારકના ભાગરૂપે સતત ત્રણ દિવસ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, ગઇરાત્રે સંદલ શરીફ હાઇવે અને મુખ્ય બજારોમાં ફર્યું, હજારોની સંખ્યામાં લોકોએ દર્શન લાભ લીધો
સિહોરનો મહિમા ખૂબ છે, ઇતિહાસની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ છે, અહીંયા નવનાથના બેસણા છે તો સાથે સાથે પંચપીરના પણ પવિત્ર સ્થાનો છે, અને તેમાંનું એક સ્થાન એવું સિહોરના ભાગોળે ભાવનગર-રાજકોટ રોડ પર આવેલી હજરત રોશન ગરીબશાહ દરગાહ છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ભવ્ય રીતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી, હિન્દુ-મુસ્લિમ સમાજનો પરસ્પર સમન્વય, પરસ્પરની ભાવનાનું એક કેન્દ્ર સ્થાન એટલે ગરીબશાહ પીરની દરગાહ છે જ્યાં દર વર્ષે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉર્ષ નિમિત્તે હાજર રહેતાં હોય છે.
શિહોર શહેર અને આસપાસના વસતા મુસ્લિમ બિરદારો તેમજ દરેક સમાજના લોકો આ ઉર્ષમાં મોટી સંખ્યામાં હાજર રહે છે, ત્યારે આ વર્ષનો માહોલ પણ આ વર્ષના માહોલ પણ દર વર્ષની જેમ કોમી એક એખલાસથી દીપી ઉઠ્યો હતો. સિહોર રાજકોટ રોડ પર આવેલ ગરીબશાહપીર દાદાનો ઉર્ષ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાયો છે સૌરાષ્ટ્રના મશહૂર શહેનશાહ હઝરત રોશન ઝમીર પીર ગરીબશાહ દાદાનો દર વર્ષ માફક આ વર્ષે પર ભવ્ય ધાર્મિક વિવિધ કાર્યક્રમો અને લોકમેળા સાથે ઉજવણી થઈ છે સતત ત્રણ દિવસથી ચાલતા ઉર્ષ મુબારક દરમિયાન મિલાદ શરીફ, ન્યાઝ શરીફ, સંદલ શરીફ કુરાન ખાની, સામુહિક સલાતો સલામ, કવાલી પોગ્રામ, સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે આજે ઉર્ષની ત્રણ દિવસની ઉજવણી પૂર્ણ થઈ છે.
આજે સાંજે દરગાહ શરીફના પટાંગણ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળો પણ યોજાયો હતો ઉર્ષ નિમિતે હજારોની સંખ્યામાં દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શન લાભ લીધો હતો ગઈકાલે ઉર્ષ ઉજવણીના બીજા દિવસે રાત્રીના સંદલ શરીફ દર વર્ષ જેમ નિર્ધારિત રૂટ પર ફર્યું હતું જેમાં સિહોરના સેવાભાવી માયાળુ માલકાણી પરિવારના મોહસીન અને એજાજ દ્વારા મુખ્ય બજારમાં ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્રણ દિવસના ઉર્ષ દરમિયાન સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો ઉર્ષ શરીફના ધાર્મિક કાર્યક્રમોમાં ગરીબશાપીર દરગાહ શરીફના ખાદીમો ઈસ્માઈલશા અબ્દુલશા શાહમદાર, રફીકશા કાસમશા શાહમદાર, સલીમશા ગરીબશા શાહમદાર સહિતના અમીન બરફવાળા, સલીમ હુનાણી, હરદેવસિંહ વાલા, હાજીભાઈ લોયા (શાકભાજી વાલા), ઝાકીરભાઈ ગોરીઝ રફીકભાઈ વસિલા, સોહિલભાઈ વડીયાના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી