Sihor
શ્રાવણનો ચોથો અને અંતિમ સોમવાર : સિહોરના શિવાલયોમાં વહેલી સવારથી ભકતોની ભારે ભીડ
દેવરાજ
શિવભકતોની ભારે ભીડ: મંદિરોમાં શિવનાદ ગુંજયો : શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં વિશેષ ભક્તિ
પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોય શિવ મંદિરોમાં ભાવિકોનો વિશેષ પ્રવાહ જોવા મળ્યો હતો. સવારથી જ શિવાલયોમાં હર હર મહાદેવ, જય ગીરનારી, ૐ નમઃ શિવાયના નાદો ગુંજી ઉઠયા હતા. ચાર પ્રહરની આરતી તેમજ પૂજા અર્ચન અને સત્સંગના કાર્યક્રમો આખો દિવસ આયોજીત થયા હતા. સાંજે દીપમાળા આરતી અને ધૂન કિર્તનનું આયોજન થયું હતું. આખો શ્રાવણ માસ પૂજા પાઠ કરનારા લોકોએ આજે શ્રાવણાના છેલ્લા સોમવારે વિશેષ ભક્તિ અર્ચના કરી હતી.