Sihor
સિહોર વડલાચોક થી એક કિલોમીટર સુધી લાબી કતાર… ટ્રાફીકજામ… રોડ પરના મોત ના ખાડા માં ટ્રક ફસાતા વાહન ચાલકોની કફોડી સ્થિતિ
પવાર
સિહોર એટલે અંધેરી નગરી ..કોઈ ધણી ધણીયાત વગર નું શહેર કારણકે તંત્ર કોઈનું સાંભલતું જ નથી. સિહોર શહેરમાંથી પસાર થતો મુખ્ય વિસ્તારના આ સ્ટેટ હાઇવે ઓથોરિટી રોડ વિભાગ એટલે ભ્રષ્ટાચાર નું કેન્દ્ર બિંદુ કહેવાય છે વરસાદ પહેલા અને વરસાદ પછી પણ રોડ ઉપર ઠેર ઠેર મોત ના ખાડાઓ પડ્યા છે પણ આ વિભાગ નું નફ્ફટ તંત્ર ને સિહોર પ્રાંત અધિકારી દ્વારા CRPC 133 કલમ મુજબ નોટિસ આપવા છતાં અધિકારી ની નોટિસ પણ જવાબ ન આપી અને કચરા ટોપલી માં નાખી દીધી હોય તેમ આ રોડ નું સમાર કામ ન થયું .
ત્યારે આજ રોજ સિહોર વડલા ચોક થી લઈ રેસ્ટ હાઉસ સુધી વાહન ની લાંબી કતારો ને લઈ ટ્રાફિક જામ થયું હતું પણ વાસ્તવિકતા આ રોડ ઉપર ખાડાઓ ને લઈ ટ્રક ફસાતા અને ટ્રક બંધ પડી ગયેલ ત્યારે એક માત્ર રોડ ઉપર અવર જવર થતો હોય છે.આવી લાબી વાહનો ની 1 કિલોમિટર કતાર ને લઈ અને એક કલાક સુધી ટ્રાફિક જામ થયું હતું ત્યારે સિહોર પોલીસ તંત્ર કાફલો હોમગાર્ડ,GRD,TRB જવાનો સહિત સ્થળ ઉપર દોડી ગયેલ અને ટ્રાફિક હળવું કરવા પણ પોલીસ તંત્ર ને પરસેવો પડી ગયો હતો.આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી રોડ વિભાગ તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો જાગૃત નાગરિક દ્વારા આ રોડ ઉપર વૃક્ષારોપણ કરવાની ચીમકી આપવા માં આવી છે.