Connect with us

Sihor

આત્મહત્યા રોકવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાને

Published

on

To prevent suicide, Sihore Taluka Kshatriya Kardia Rajput Samaj Yuva Sangh Sanstha Maidan

આત્મહત્યા કોઈ નિવાડો કે ઉપાય નથી, જયરાજસિંહે કહ્યું કઈ પણ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો, એકબીજાના સંવાદથી સમાધાન અને સોલ્યુશન મળશે, ત્યાં સુધી કહ્યું કે અમે તમારી સમસ્યાની ગુપ્તતા જાળવીશું, સાથે મળી સમસ્યા હાલના પ્રયત્ન કરીશું, સરકાર અને તંત્ર કામ જયરાજસિંહ અને ટીમે હાથમાં લીધું

સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના લીધે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે.

To prevent suicide, Sihore Taluka Kshatriya Kardia Rajput Samaj Yuva Sangh Sanstha Maidan

જેની વચ્ચે સિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરી છે સમગ્ર મામલે જયરાજસિંહ મોરીએ કહ્યું આત્મહત્યા કે આપઘાતના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવા સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિદ્યાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહે ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુપ્તતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્રએ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજ યુવા સંઘે શરૂ કર્યું છે જે સરાહનીય છે

error: Content is protected !!