Sihor
સિહોરના સોનગઢ તરફ આવતી દારૂ ભરેલી કાર પીપળી નજીકથી ઝડપાઇ
હરીયાણાના સોનીપતથી સોનગઢ લવાતી દારૂની 418 બોટલ ઝડપાઈ, દારૂ ભરેલ ડસ્ટર ગાડીની આગળ બલોનો પાઈલોટીંગ કરતી હતી, સોનગઢના શખ્સને દારૂ પહોંચતો કરવા ભરી આપ્યાનું ખુલ્યું
હરીયાણા રાજ્યના સોનીપતથી સિહોરના સોનગઢ તરફ આવતી વિદેશી દારૂનો જથ્થો ભરી આવતી ડસ્ટર કારને પોલીસે ઝડપી પાડી દારૂ ભરેલ કારનું પાઈલોટીંગ કરતી બલેનો કારને આંતરી બન્ને કારમાં રહેલ એક બાળ કિશોર સહિત સોનીપતના પાંચ શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા સોનીપતના શખ્સે દારૂનો જથ્થો ભરી આપતા સોનગઢના શખ્સને પહોંચતો કરવા જઈ રહ્યાની કબુલાત આપી હતી. જેને લઈ પોલીસે કારની તલાશી લેતા તેમાંથી જુદી જુદી બ્રાંડની ૪૧૮ મળી આવતા બરામત કરી દારૂ, બે કાર, મોબાઈલ મળી કુલ છ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ધોલેરા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, બગોદરા તરફથી એક ડસ્ટર અને અન્ય એક બલેનો જે બન્ને કાર સિહોરના સોનગઢ તરફ જઈ રહી છે. જે હકીકત આધારે વોચ ગોઠવતા પોલીસે નાકાબંધી કરી એંકર હોટલ નજીક આંતરતા કાર ખાળીયામાં ઉતરી ગઈ હતી. દરમિયાન કારમાં રહેલ બે શખ્સ નાસવા જતા તેનો પીછો કરી ઝડપી પાડયા હતા. દરમિયાન કારનો કબજો સંભાળી તલાશી લેતા ડસ્ટર કારમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની ૪૧૮ બોટલ મળી આવતા કબજે લીધી હતી. ધોલેરા પોલીસે વિદેશી દારૂ, બે કાર, છ મોબાઈલ મળી કુલ રૂપિયા ૬,૩૯ લાખનો મુદ્દામાલ બરામત કર્યો હતો. પૂછપરછ દરમિયાન સોનગઢ ગામના મહેશ ધરમશીભાઈ પરમારને દારૂનો જથ્થો આપવાનો હોવાનું ખુલ્યું હતું