Connect with us

Sihor

કોંગ્રેસના એલાનની સિહોરમાં વ્યાપક અસર : જ્યાં દુકાનો ચાલું હતી ત્યાં બંધ કરાવાઈ

Published

on

widespread-impact-of-congress-announcement-in-sehore-shops-were-closed-where-they-were-open

નાના ધંધાર્થીઓથી લઇ મોટા વેપારીઓએ બંધ પાળી સરકારના બહેરા કાન સુધી વાત પહોંચાડવા મળી સફળતા : કોંગ્રેસ : સવારથી જ કાર્યકરો ટાવરચોક, વડલાચોક, મુખ્યબજાર, મોટાચોક સહિત વિસ્તારો બંધ કરાવવા નીકળ્યા : દુકાનો ચાલું હોવાથી બંધ કરવા અપીલ કરતાંની સાથે જ વેપારીઓએ શટર પાડી દીધા

widespread-impact-of-congress-announcement-in-sehore-shops-were-closed-where-they-were-open

મોંઘવારી સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે સવારે 8થી 12 વાગ્યા દરમિયાન સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હોવાથી તેની અસર સિહોરમાં વ્યાપકપણે જોવા મળી હતી. બીજી બાજુ વહેલી સવારે જ કોંગ્રેસી કાર્યકરો બજારો બંધ કરવા નીકળી પડ્યા હતા તેથી જે જે વિસ્તારોમાં દુકાનો ખુલ્લી હતી ત્યાં અપીલ કરાવીને બંધ કરાવવામાં આવી હતી. આજે સવારથી જ કોંગ્રેસી નેતાઓ-કાર્યકરો બજારો બંધ કરવા નીકળ્યા હતા. કોંગ્રેસ દ્વારા ટ્રાફિકથી ભરચક્ક ટાવરચોક, વડલાચોક, મુખ્યબજાર, મોટાચોક સહિત વિસ્તારો બંધ કરવાની શરૂઆત કરી હતી.

widespread-impact-of-congress-announcement-in-sehore-shops-were-closed-where-they-were-open

કોંગ્રેસી કાર્યકરો જ્યારે બંધ કરાવવા નીકળ્યા ત્યારે ઘણી બધી દુકાનો ખુલ્લી હોવાનું ધ્યાન પર આવતાં દુકાનધારકોને ચાર કલાક સુધી દુકાન બંધ રાખવા અપીલ કરવામાં આવતાં વેપારીએ કોંગ્રેસની અપીલને માન આપતાં તાત્કાલિક શટર પાડી દીધું હતું.એકંદરે કોંગ્રેસ દ્વારા બંધના એલાન દરમિયાન ક્યાંય પણ માથાકૂટ થઈ હોવાનું કે કોઈ દુકાનદારે દુકાન બંધ કરવાનો ઈનકાર કર્યાનું ધ્યાન પર આવ્યું નથી.

widespread-impact-of-congress-announcement-in-sehore-shops-were-closed-where-they-were-open

કોંગ્રેસની અપીલને સ્વીકારીને દુકાનદારોએ 12 વાગ્યા સુધી પોતાની દુકાન નહીં ખોલવાનું કહેતાં જ કોંગ્રેસી કાર્યકરો ગેલમાં આવી હતી કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો જ્યારે બજારની અંદર રાઉન્ડ ધ ક્લોક ફરી રહ્યા હતા ત્યારે અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ સતત તેમની પાછળ રહી હતી.

widespread-impact-of-congress-announcement-in-sehore-shops-were-closed-where-they-were-open

કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે જણાવેલ કે હાલની દેશની વર્તમાન પરિસ્‍થિતિ જોતા ગરીબ તેમજ સામાન્‍ય વર્ગ ખુબજ પરેશાન છે. મોંઘવારી ચરમ સીમાએ છે. બેરોજગારીને બેકારી પણ ખુબજ છે.સ્ત્રી સુરક્ષા અને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ પણ ચિંતા જનક છે. નસીલા પદાર્થોનો કારોબાર ખુબજ  ફૂલ્‍યો ફેલ્‍યો છે, ડ્રગ્‍સ પકડવાના સમાચારો આવે છે.પરંતુ સરકાર સાવ સુસ્‍ત તેમજ નીરસ થઈને બેઠી છે. ખેડૂતો, યુવાનો, નાના વેપારીયો, નાના કારખાનેદારો, સરકારી નોકરિયાતો, પોલીસ કર્મીઓ, પૂર્વ સૈનીકો, સીનીયર સિટીઝનો, વગેરે ખુબજ પરેશાન છે.

Advertisement

widespread-impact-of-congress-announcement-in-sehore-shops-were-closed-where-they-were-open

પોતાનો અવાજ સરકારને સંભળાય તે માટે પ્રયત્‍નો કરી રહ્યા છે.  જેથી સૌએ નાગરીકો, વેપારીઓ, ધંધાદારીઓ,  નાનો ધંધો કરતા લારી, ગલ્લા, રિક્ષાવાળા વગેરેએ બંધ રાખી સરકારના બહેરા કાન સુધી આ વાતો પહોચાડવામાં સારી સફળતા મળી હતી તેમ જણાવ્‍યુ હતુ.

error: Content is protected !!