Sihor
જો બાળકને તમે સ્વિમિંગ પુલમાં ન્હાવા મોકલો છો તો ચેતજો, સિહોરની આ ઘટના તમને સ્તબ્ધ કરી દેશે

દેવરાજ
સિહોરના રામધરી ગામે સ્વિમીંગ પૂલમાં ન્હાવા પડેલા મિત આલનું ડૂબી જતાં મોત, પુત્રના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત
રામધરી ગામે વાડી વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલમાં ડુબી જતાં મિત મોતને ભેટ્યો, કોઈ કારણસર મિત સ્વિમિંગ પૂલના પાણીમાં ડૂબી ગયો, સારવાર માટે હોસ્પિટલ પોહચે તે પહેલાં મિતે દુનિયા છોડી દીધી, અરેરાટી ભરી ઘટના
સિહોર નજીક રામધરી ગામ પાસે આવેલા વાડી વિસ્તારમાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલમાં આજે બપોરના સમયે સિહોરના મિત આલનું ડૂબી જતા મોત થયું હતું જેને લઈ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્વિમિંગ પુલમાં મિત ન્હાવાની મજા સાથે સ્વિમિંગ કરતો હતો. સ્વીમિંગ સમયે અચાનક મિત ડૂબવા લાગ્યો હતો. આ અંગે જાણ થતાં મિત્રો અને હાજર લોકો તેને બહાર કાઢી સિહોર ખાતે સારવારમાં માટે પોહચે તે પહેલાં મિત મોતને ભેટ્યો હતો, પુત્રના મોતથી પરિવારમાં કાળા કલ્પાંત સાથે અરેરાટી વ્યાપી ગઈ છે એક દુ:ખદ ઘટના સિહોરના રામધરી ગામે આવેલ સ્વિમિંગ પુલમાં ઘટી છે. સિહોરના ૧૭ વર્ષીય મિત આલ સ્વિમિંગ પુલના પાણીમાં મઝા લઈ રહ્યો હતો. તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. મિતનું મોત થવાને કારણે તેના પરિવારમાં શોકનું મોજું અને પરિવાર પર તો જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે.
પરિવારમાં શોકનો માહોલ
મિત પર આસપાસના લોકોનું ધ્યાન પડતા તે લોકોએ બને તેટલું જલ્દી મિતને બહાર કાઢ્યો હતો. સાથેજ તેને તાત્કાલીક હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું જેના કારણે મિતના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
બાળકના મોતને લઈ ઉઠ્યા સવાલો
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સવાલ એ થઈ રહ્યા છે. કે બાળકો કે યુવકો જ્યારે સ્વિમિંગ પુલમાં જાય છે. ત્યારે ઓથોરેટીનો કોઈ પણ વ્યક્તિ ત્યા કેમ ન હતો. બાળક કે યુવકો એકલા સ્વિમિંગ પુલમાં ગયા તો લોકોએ કાળજી શા માટે ન રાખી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.